મુંબઈઃ બીએમસી તરફથી મુંબઈના પાલી હિલમાં કંગના રનૌત (Kangana Ranaut Office) ની ઓફિસમાં તોડફોડ કર્યા બાદ શિવસેનાએ મૌનવ્રત ધારણ કરી લીધું છે. શિવસેનાએ હવે કંગના સાથે જોડાયેલા કોઈપણ મુદ્દાને મહત્વ ન આપવાનો નિર્ણય કર્યો છે. તેનો નજારો બુધવારે સાંજથી જોવા મળી રહ્યો છે. આ વચ્ચે શિવસેનાના પ્રવક્તા અને કંગના સાથે શાબ્દિક જંગમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સંજય રાઉતે કહ્યુ કે, શિવસેના માટે હવે કંગનાનો એપિસોડ પૂરો થઈ ગયો છે. તો સંજય રાઉતે તે પણ કહ્યુ કે, કંગનાની ઓફિસ પર થયેલી કાર્યવાહીથી કોઈ નારાજ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાઉતે ગુરૂવારે મુંબઈમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન મીડિયાએ તેમને કંગના રનૌતના વિષયમાં સવાલ કર્યો તો રાઉતે તેના પર સફાઈ આપી હતી. રાઉતે કહ્યુ, અમે તે મુદ્દાને ભૂલી ગયા છીએ અને અમારા માટે કંગનાનો એપિસોડ પૂરો થઈ ગયો છે. અમે હાલ અમારા દૈનિક, સરકારી અને સામાજીક કામમાં લાગેલા છીએ. આ સવાલ પર કે ઉદ્ધવ ઠાકરે અને તેમના વચ્ચે શું વાત થઈ, રાઉતે કહ્યુ કે, હું પાર્ટી સાથે જોડાયેલા કામને લઈને મુખ્યમંત્રીને મળ્યો હતો. 


પવાર સાહેબ કે સોનિયા જી નારાજ નથી
તો સંજય રાઉતે તે મીડિયા રિપોર્ટ્સ પર પણ પ્રતિક્રિયા આપી, જેમાં કંગના રનૌતની ઓફિસ પર થયેલી કાર્યવાહીને કારણે શરદ પવાર અને સોનિયા ગાંધી શિવસેનાથી નારાજ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. રાઉતે કહ્યુ કે, મીડિયામાં આવુ લખનાર પાસે ખોટી સૂચનાઓ છે. પવાર સાહેબ કે સોનિયા ગાંધી કોઈપણ આ મામલા પર પોતાની નારાજગીને લઈને કોઈ નિવેદન આપ્યું નથી. 


BMCની કાર્યવાહી બાદ પોતાની ઓફિસ પહોંચી કંગના રનૌત, હાલત જોઈ થઈ દુખી


પવાર અને ઉદ્ધવની બેઠક બાદ મળ્યા સંજય રાઉત
સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરેની ગુરૂવારે થયેલી મુલાકાત પહેલા મુંબઈમાં ઉદ્ધવ અને શરદ પવારની બેઠક થઈ હતી. સૂત્રો પ્રમાણે, બુધવારે રાત્રે મુંબઈમાં સીએમ આવાસ પર થયેલી બેઠકમાં ઉદ્ધવ તથા પવાર વચ્ચે કંગના રનૌતની ઓફિસ પર થયેલી કાર્યવાહી અને મીડિયામાં તેની પ્રતિક્રિયા મુદ્દે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં પવારની સહમતિથી તે નિર્ણય થયો હતો કે શિવસેના હવે કંગના રનૌતના મુદ્દાને કોઈ મહત્વ આપશે નહીં. 


કંગનાની ઓફિસ તોડ્યા બાદ શરૂ થયો વિવાદ
મહત્વનું છે કે, શિવસેનાએ તે પણ નક્કી કર્યું છે કે કંગનાની ઓફિસ પર થયેલી કાર્યવાહીનું જવાબદાર બીએમસીને માનવામાં આવશે અને સરકાર તેમાં કોઈ હસ્તક્ષેપ કરશે નહીં. આ પહેલા બુધવારે મુંબઈના પાલી હિલમાં કંગનાની એક ઓફિસને બીએમસીએ ગેરકાયદેસર ગણાવીને તોડી પાડી હતી. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube