BMCની કાર્યવાહી બાદ પોતાની ઓફિસ પહોંચી કંગના રનૌત, હાલત જોઈ થઈ દુખી
બુધવારે બીએમસીએ ગેરકાયદેસર બાંધકામનો હવાલો આપતા કંગનાની ઓફિસમાં તોડફોડની કામગીરી કરી હતી.
Trending Photos
મુંબઈઃ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) આજે પોતાની પાલી હિલ સ્થિત ઓફિસ પહોંચી અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ઓફિસમાં ચારેતરફ કાટમાળ પડ્યો હતો જેને જોઈને કંગના દુખી થઈ હતી. કંગનાના સપનાની ઓફિસને બીએમસીએ બુલડોઝર ફેરવીને કાટમાળમાં ફેરવી દીધી છે.
મહત્વનું છે કે બુધવારે બીએમસીએ ગેરકાયદેસર બાંધકામનો હવાલો આપતા કંગનાની ઓફિસમાં તોડફોડની કામગીરી કરી હતી.
Maharashtra: Actor Kangana Ranaut arrives at her office in Mumbai, where demolition work was carried out by BMC, yesterday. pic.twitter.com/cvOMuI8wXa
— ANI (@ANI) September 10, 2020
તો તોડફોડની કાર્યવાહીને BMCએ યોગ્ય ઠેરવતા કોર્ટમાં એફિડેવિડ દાખલ કરી છે. BMCએ કોર્ટને જણાવ્યું કે, ગેયકાયરેસર નિર્માણ કાર્ય પર તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે. કંગનાએ ઓફિસમાં પહેલાથી ચાલી રહેલા કામમાં ગેરકાયદેસર રીતે ફેરફાર કર્યાં જે ખોટા છે. તેથી આ તોડી પાડવાની કાર્યવાહી યોગ્ય છે.
બીએમસીએ કહ્યું કે, કંગનાએ 'કનડગત' અને 'ગેરસમજ'ના ખોટા પાયાવગરના આરોપ લગાવ્યા છે. તેને બોમ્બે હાઈકોર્ટ દ્વારા આ પ્રકારના ખોટા કામ માટે સુરક્ષાની મંજૂરી ન આપવી જોઈએ.
કંગનાની ઓફિસમાં તોડફોડનો મામલો, હાઈકોર્ટમાં 22 સપ્ટેમ્બર સુધી ટળી સુનાવણી
મહત્વનું છે કે બુધવારે બીએમસી દ્વારા ઓફિસમાં તોડફોડની કાર્યવાહી બાદ કંગનાએ તેની વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજી પર સુનાવણી બાદ કોર્ટે કાર્યવાહી રોકવાના આદેશ આપ્યો હતો. આ મામલે વધુ સુનાવણી 22 સપ્ટેમ્બર સુધી ટાળવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે