કર્ણાટક: JDS-કોંગ્રેસના 17 અયોગ્ય ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, લડી શકશે પેટાચૂંટણી
કર્ણાટક (Karnataka) ના કોંગ્રેસ (Congress) તથા જેડીએસ (JDS)ના 17 બાગી ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ બુધવારે ચૂકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પીકર દ્વારા કોંગ્રેસ (Congress) તથા જેડીએસ (JDS)ના 17 બાગી ધારાસભ્યોને અયોગ્ય ગણાવવાના ચૂકાદાને યોગ્ય ગણાવ્યો છે.
નવી દિલ્હી: કર્ણાટક (Karnataka) ના કોંગ્રેસ (Congress) તથા જેડીએસ (JDS)ના 17 બાગી ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ બુધવારે ચૂકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પીકર દ્વારા કોંગ્રેસ (Congress) તથા જેડીએસ (JDS)ના 17 બાગી ધારાસભ્યોને અયોગ્ય ગણાવવાના ચૂકાદાને યોગ્ય ગણાવ્યો છે. જોકે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે 17 બાગી ધારાસભ્યો પેટાચૂંટણી લડી શકશે. સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું હતું કે સ્પીકરને તે શક્તિ નથી કે અયોગ્ય ધારાસભ્યોને પેટાચૂંટણી લડતાં રોકે. સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં એ પણ કહ્યું કે બાગી ધારાસભ્યોને અયોગ્ય ગણાવવાનો નિર્ણય યોગ્ય તો છે, પરંતુ તેને 2023 સુધી અયોગ્ય ગણાવવા ખોટું છે.
રાજ્યપાલ કોશ્યારીના નિર્ણય વિરૂદ્ધ શિવસેનાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે !
જોકે અરજીમાં કર્ણાટક વિધાનસભાના પૂર્વ સ્પીકર દ્વારા અયોગ્ય ગણાવવાના નિર્ણયને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે 25 ઓક્ટોબરના રોજ બધા પક્ષોને સાંભળ્યા બાદ પોતાનો ચૂકાદો પેન્ડીંગ રાખ્યો હતો.
પાકિસ્તાનમાં ત્રાહિમામ: મીટ 900 રૂપિયે કિલો, કોબીજ 150 તો આદુ 500ને પાર
આ પહેલાં જેડીએસ દ્વારા રજૂ કરવામાં આવેલા વરિષ્થ રાજીવ ધવને કહ્યું હતું કે સ્પીકરે રાજીનામાની ઓફર પર ઉંડાણપૂર્વક પરીક્ષણ કરવું જોઇએ. તેના પર કપિલ સિબ્બલે કહ્યું હતું કે આ કેસ ખૂબ મહત્વપૂર્ણ છે, અત્યાર સુધી કોઇ કોર્ટે આ મુદ્દે પરીક્ષણ કર્યું નથી. તેમણે આ મામલે સંવિધાન પીઠની પાસે મોકલવાની અપીલ કરી હતી. વિધાનસભાના હાલના સ્પીકર દ્વારા રજૂ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પીઠ સમક્ષ પૂર્વ વિધાનસભા સ્પીકર દ્વારા ધારાસભ્યોને અયોગ્ય ગણાવવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો.
હરિયાણામાં આવતીકાલે ભાજપ-જેજેપી સરકારના મંત્રીઓ લેશે શપથ ગ્રહણ
પૂર્વ સ્પીકરે ખોટી રીતે ધારાસભ્યોના રાજીનામાનો અસ્વિકાર કરી દીધો અને ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા હતા. તો બીજી તરફ બાગી ધારાસભ્યો દ્વારા કહેવામાં આવ્યું હતું કે પૂર્વ સ્પીકરે આ વાતનું પરીક્ષણ ન કર્યું કે ધારાસભ્યો સ્વેચ્છા વિના કોઇ બહારી દબાણના લીધે રાજીનામું આપી રહ્યા હતા. સ્પીકરે આ બધાને અયોગ્ય જાહેર કરી દીધા હતા.
(ઇનપુટ-સુમિત કુમાર પાસેથી)