કોરોનાને માત આપ્યા બાદ આટલા સમય સુધી રહે છે શરીરમાં Antibody, વાયરસ સામે આપે છે રક્ષણ
જે દર્દીએ કોરોનાને હરાવવામાં સફળતા મેળવી હોય તેના શરીરમાં કેટલા મહિના સુધી વાયરસ સામે રક્ષણ આપતી એન્ટીબોડી હોય છે તે ખાસ જાણો.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) વિરુદ્ધ આખી દુનિયા જંગ લડી રહી છે. આ બધા વચ્ચે વૈજ્ઞાનિકોએ એક એવો દાવો કર્યો છે જેનાથી તમને ખુબ આનંદ થશે. વૈજ્ઞાનિકોના એક અભ્યાસમાં એવી જાણકારી મળી છે કે કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોમાં કોવિડ-19 સામે લડવાની ઈમ્યુનિટી ઓછામાં ઓછા 8 મહિના સુધી રહે છે.
બ્રિટનમાં કોરોના વાયરસના વધુ એક સ્ટ્રેનની થઈ એન્ટ્રી, સરકારના માથે આભ તૂટી પડ્યું
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સંક્રમિતમાં વાયરસ વિરુદ્ધ ઈમ્યુનિટી 8 મહિના સુધી રહી શકે છે. આ આધાર પર વૈજ્ઞાનિકોનું એમ પણ કહેવું છે કે રસી વ્યક્તિને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે છે.આ દાવો કોઈ ખુશખબરથી જરાય કમ નથી. આ અગાઉ અનેક સ્ટડીમાં એવો દાવો કરાયો હતો કે કોરોના વાયરસ વિરુદ્ધ એન્ટીબોડી શરૂઆતના થોડા મહિનામાં જ ખતમ થઈ જાય છે. આવામાં એવી ચિંતા ઉઠી હતી કે લોકો જલદી ફરીથી સંક્રમિત થઈ શકે છે.
બ્લડ સેમ્પલના આધારે આ દાવો
એક પત્રિકા 'Science Immunology'માં Monash Universityના વૈજ્ઞાનિકો સહિત અને વિશેષજ્ઞોએ દાવો કર્યો છે કે Disease Resistant System માં સ્પેશિયલ 'મેમરી B' કોશિકાઓ આ વાયરસના સંક્રમણને યાદ રાખે છે. દાવો એવો પણ કરાયો છે કે જો કોઈ વ્યક્તિ બીજીવાર કોરોના વાયરસના સંપર્કમાં આવે તો આ એન્ટીબોડી કામ કરે છે. વૈજ્ઞાનિકોએ અભ્યાસ બાદ એવી જાણકારી મેળવી કે લગભગ 8 મહિના સુધી વ્યક્તિના શરીરમાં AntiBody રહે છે.
25 દર્દીઓના બ્લડ સેમ્પલ પર વૈજ્ઞાનિકોઓ અભ્યાસ
શરીર સંક્રમણની ચપેટમાં આવે ત્યારે આ કોશિકાઓ વાયરસ વિરુદ્ધ ઈમ્યુનિટી સક્રિય કરી નાથે છે. જેથી કરીને વાયરસ નિષ્ક્રિય બની જાય છે. વૈજ્ઞાનિકોએ કોરોનાના 25 દર્દીઓના લોહીના નમૂનાની તપાસ સંક્રમણના ચોથા દિવસથી લઈને 242 દિવસ સુધી કરી હતી. જેમા સંક્રમણના 20 દિવસ બાદ એન્ટીબોડીનું સ્તર સતત ઘટતું ગયું. તમામ દર્દીઓમાં પણ કોશિકા હતી.
દેશમાં સતત ઘટતા કોરોનાના કેસ
2 ડિસેમ્બર 36,604
6 ડિસેમ્બર 36,011
9 ડિસેમ્બર 32,080
10 ડિસેમ્બર 31,521
11 ડિસેમ્બર 29,398
22 ડિસેમ્બર 19,556
રિકવરી રેટમાં સતત સુધારો
1 ડિસેમ્બર 93.94%
4 ડિસેમ્બર 94.20%
8 ડિસેમ્બર 94.59%
12 ડિસેમ્બર 94.89%
14 ડિસેમ્બર 94.98%
23 ડિસેમ્બર 95.69%
કોરોના વાયરસના નવા મ્યુટેશન પર સમગ્ર દુનિયામાં દહેશત છે. વૈજ્ઞાનિકો એ તો સ્વીકારી જ રહ્યા છે કે આ એક મોટું જોખમ છે, પરંતુ ફક્ત બીમાર લોકોની સંખ્યા વધવાના મામલે જ તેનાથી ડરવાની જરૂર છે. આ નવા સ્ટ્રેનના કારણે થયેલા મૃત્યુના કેસમાં હજુ સુધી કોઈ સ્પષ્ટ ડેટા સામે આવ્યો નથી.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube