કોરોના વાયરસ માટે કેટલીક દવાનું પરીક્ષણ, વૈજ્ઞાનિકોએ કહ્યું- આ દવા સૌથી આગળ
કોરોના વાયરસના કહેર સમગ્ર દુનિયામાં જોવા મળી રહ્યો છે. દુનિયાભરમાં કોરોના સંક્રમણના 52 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે શનિવાર સુધી ત્રણ લાખ 38 હજારથી વધારે લોકોના મોત થયા છે. કોવિડ-19 માટે નવી વેક્સીનનું નિર્માણ હાલ જોવા મળી રહ્યું નથી. એવામાં વૈજ્ઞાનિક આ વાત પર ભાર મુકી રહ્યાં છે કે, અન્ય બિમારીઓમાં આપવામાં આવતી જૂની દવાઓથી શું આ બીમારીની દવા તૈયાર કરી શકાય છે. આ કડીમાં એન્ટીવાયરલ રેમ્ડેસિવિર સંભાવિત દાવેદારોની યાદીમાં સૌથી આગળ છે.
નવી દિલ્હી: કોરોના વાયરસના કહેર સમગ્ર દુનિયામાં જોવા મળી રહ્યો છે. દુનિયાભરમાં કોરોના સંક્રમણના 52 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે શનિવાર સુધી ત્રણ લાખ 38 હજારથી વધારે લોકોના મોત થયા છે. કોવિડ-19 માટે નવી વેક્સીનનું નિર્માણ હાલ જોવા મળી રહ્યું નથી. એવામાં વૈજ્ઞાનિક આ વાત પર ભાર મુકી રહ્યાં છે કે, અન્ય બિમારીઓમાં આપવામાં આવતી જૂની દવાઓથી શું આ બીમારીની દવા તૈયાર કરી શકાય છે. આ કડીમાં એન્ટીવાયરલ રેમ્ડેસિવિર સંભાવિત દાવેદારોની યાદીમાં સૌથી આગળ છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, આવી સ્થિતિમાં દવાઓની કેટલીક કેટેગરીના ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહી છે. તેમાંથી, રેમ્ડેસિવિર કોવિડ -19થી સાજા થવાનો દર ઝડપી કરીને કેટલીક આશાઓ જોવા મળી છે. આ દવાનું પરીક્ષણ શરૂઆતમાં પાંચ વર્ષ પહેલાં ભયાનક ઇબોલા વાયરસની સારવાર માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:- અમ્ફાને મચાવી બંગાળમાં તબાહી, રાહત કાર્ય માટે મમતા સરકારે માગી સેનાની મદદ
અમેરિકાના એક સ્વતંત્ર આર્થિક થિંક ટેન્ક મિલ્કન સંસ્થાના એક ટ્રેકર મુજબ, કોવિડ -19 ની સારવાર માટે 130 થી વધુ દવાઓ પર પરિક્ષણ ચાલી રહી છે, કેટલાકમાં વાયરસને રોકવાની ક્ષમતા હોઇ શકે છે, જ્યારે અન્યથી ઓવરએક્ટિવ અવરોધક પ્રતિક્રિયા શાંત કરવામાં મદદ મળી શકે. ઓવરએક્ટિવ અવરોધક પ્રતિક્રિયા અંગોને નુકસાન પહોંચાડી શકે છે.
સીએસઆઈઆરની ભારતીય સમવેત ઔષધ સંસ્થા, જમ્મુના ડિરેક્ટર રામ વિશ્વકર્માએ કહ્યું કે, "હાલમાં એક અસરકારક પદ્ધતિ છે. તે છે અન્ય બીમારીઓ માટે પહેલાથી સ્વીકૃત દવાઓના આ ઉદ્દેશ્ય માટે ઉપયોગ કરી તેનો પ્રયોગ કોવિડ-19 માટે થઈ શકે છે. ઉદાહરણ રેમ્ડસિવિરનું છે. "વિશ્વકર્માએ કહ્યું કે રેમ્ડેસિવિર લોકોને ઝડપથી સુધારવામાં મદદ કરે છે અને ગંભીર રીતે બીમાર દર્દીઓમાં મૃત્યુદર ઘટાડે છે. તે જીવન રક્ષક હોઈ શકે છે.
આ પણ વાંચો:- મિશન ગગનયાન: ભારતીય અંતરિક્ષ યાત્રિયોનું રશિયામાં પ્રશિક્ષણ ફરી શરૂ
વિશ્વકર્માએ કહ્યું, "અમારી પાસે નવી દવાઓના વિકાસ માટે સમય નથી. નવી દવાઓ વિકસાવવામાં 5-10 વર્ષનો સમય લાગે છે, તેથી અમે હાલની દવાઓનો ઉપયોગ કરી રહ્યા છીએ અને તે જોવા માટે ક્લિનિકલ ટ્રાયલ કરી રહ્યા છીએ કે, તે અસરકારક છે અથવા નહીં."
તેમણે કહ્યું કે HIV અને વિષાણુ સંક્રમણો દરમિયાન સારવાર તરીકે ઉપલબ્ધ કેટલાક અણુઓને નવા કોરોના વાયરસની સામે ઉપયોગ કરી જોઈ શકાય છે. તેમણે કહ્યું કે જો તેઓ અસરકારક સાબિત થાય છે, તો ડ્રગ નિયમનકારી સંસ્થાઓની યોગ્ય પરવાનગી મેળવીને તેઓ કોવિડ -19 વિરુદ્ધ ઉપયોગ કરી શકે છે.
આ પણ વાંચો:- Lockdownમાં ટળ્યા લગ્ન, 80 કિ.મી ચાલી ભાવી પતિના ઘરે પહોંચી દુલ્હન, મંદિરમાં થયા લગ્ન
વિશ્વકર્માના જણાવ્યા મુજબ, ફેવિપીરવીર પાસેથી કેટલીક અપેક્ષાઓ પણ છે અને કોવિડ -19 સામે તેની અસરકારકતા માટે ક્લિનિકલ ટ્રાયલ્સ પણ ચાલી રહી છે. સીએસઆઈઆરના ડાયરેક્ટર જનરલ શેખર માંડેએ આ મહિને જાહેરાત કરી હતી કે હૈદરાબાદની ભારતીય કેમિકલ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટએ ફેવિપીરવીર બનાવવાની તકનીક વિકસાવી છે.
ઉત્તર પ્રદેશમાં સ્થિત શિવ નાદર યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગના પ્રોફેસર શુભવ્રત સેન પણ સંમત છે કે જે દવાઓનું પરીક્ષણ ચાલી રહ્યું છે. તેમાં રેમ્ડસિવિરથી સૌથી વધુ હોવાની અપેક્ષા છે. સેને જણાવ્યું હતું કે પરીક્ષણ હેઠળની કેટલીક દવાઓ એન્ટિવાયરલ છે અને કેટલીક એન્ટિમેલેરિયા અને એન્ટિબાયોટિક છે. (ઇનપુટ: ભાષાથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube