Lockdownમાં ટળ્યા લગ્ન, 80 કિ.મી ચાલી ભાવી પતિના ઘરે પહોંચી દુલ્હન, મંદિરમાં થયા લગ્ન

લોકડાઉન (Lockdown)ના કારણે લગ્ન સ્થગિત રહેવાથી દુલ્હન 80 કિલોમીટરનું અંતર કાપી કન્નૌજ સ્થિત તેના સાસરીમાં પહોંચી હતી. દુલ્હનની લગ્નની જીદને દઇ બંને પરિવારોએ મંદિરમાં તેના લગ્ન કરાવ્યા હતા.

Updated By: May 23, 2020, 07:16 PM IST
Lockdownમાં ટળ્યા લગ્ન, 80 કિ.મી ચાલી ભાવી પતિના ઘરે પહોંચી દુલ્હન, મંદિરમાં થયા લગ્ન

કાનપુર: લોકડાઉન (Lockdown)ના કારણે લગ્ન સ્થગિત રહેવાથી દુલ્હન 80 કિલોમીટરનું અંતર કાપી કન્નૌજ સ્થિત તેના સાસરીમાં પહોંચી હતી. દુલ્હનની લગ્નની જીદને દઇ બંને પરિવારોએ મંદિરમાં તેના લગ્ન કરાવ્યા હતા.

કન્નોજ પોલીસ અધ્યક્ષ અમરેન્દ્ર પ્રતાપ સિંહએ જણાવ્યું કે તેમને આ વાતની જાણ છે કે, કાનપુર દેહાતના ડેરા મંગલપુરના લક્ષ્મણ તિલક ગામની રહેવાસી છોકરી પગપાળા લગ્ન માટે કન્નોજમાં તેના દુલ્હાના ઘરે પહોંચી છે.

આ પણ વાંચો:- જૂલાઈથી શરૂ થઇ શકે છે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ, નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ આપ્યા સંકેત

જણાવવામાં આવી રહ્યું છે કે, કાનપુર દેહાતના ડેરા મંગલપુરની રહેવાસી 19 વર્ષની ગોલ્ડીના લગ્ન કન્નજના તાલગ્રામના બૈસપુરના રહેવાસી વીરેન્દ્ર કુમાર રાઠોડ સાથે નક્કી થયા હતા. લગ્ન 4 મેના રોજ થવાના હતા. પરંતુ લોકડાઉનના કારણે લગ્ન સ્થગિત થયા હતા.

લોકડાઉનની સમયમર્યાદા વધવાને કારણે દુલ્હનને લગ્ન બીજી વખત પણ સ્થગિત થવાના ભયથી તેણે દૂલ્હાના ઘરે જવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો:- આગામી 10 દિવસમાં દોડાવવામાં આવશે 2600 ટ્રેનો, રેલ પ્રવાસ વિશે જાણો તમામ માહિતી

ગોલ્ડીએ બુધવારે તેના ઘરેથી નીકળી અને 80 કિલોમીટર ચાલીને મોડી સાંજે તેના ભાવી પતિના ઘરે પહોંચી હતી. દુલ્હનને પોતાના દરવાજા પર જોઇ દૂલ્હાના ઘરવાળા ચોંકી ઉઠ્યા હતા અને તેમણે તેને ઘરે પરત જવાનું કહ્યું હતું. દૂલ્હાના પરિવારજનોએ તેને સમજાવી અને નવી તારીખ જલદી નક્કી કરી લગ્ન કરાવવાનું જણાવ્યું હતું, પરંતુ તે માનવા તૈયાર નહતી.

દુલ્હનનો વિંલબ વગર લગ્ન કરવાના આગ્રહને લઇ છેવટે દૂલ્હાના પરિવારજનોએ માનવું પડ્યું.

ગુરૂવારના બંને પરિવારોની મંજૂરીથી ગામના મંદિરમાં બંનેના લગ્ન કરાવવામાં આવ્યા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube