નવી દિલ્હીઃ 21 દિવસના લૉકડાઉનને વધારીને 40 દિવસનું કરી દેવામાં આવ્યું છે અને સાથે 20 એપ્રિલ એટલે કે સોમવારથી કેટલિક ઢીલની જાહેરાત કરી હતી. પરંતુ કોરોનાનો કહેર અે રિટેલર્સના વિરોધને જોતા સરકારે ગાઇડલાઇનમાં આજે ફરી ફેરફાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદે ટ્વીટ કરીને એક લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં લૉકડાઉનમાં છૂટ મેળવનાર કામગીરીમાં હેલ્થકેર, કૃષિ, હોર્ટિકલ્ટર, માછલીપાલન અને પશુપાલન સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે વિસ્તાર કોરોના હોટસ્પોટ નથી, ત્યાં આ ગતિવિધિઓ માટે છૂટ આપવામાં આવી છે. સરાકારે જરૂરી ગવિધિઓ અને સર્વિસની સપ્લાઈમાં થોડી છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ આજે ફરીથી ગાઇડલાઇન આવી છે. આવો પોઈન્ટમાં સમજી લઈએ કે સપ્લાઈ ચેનને મેનટેન રાખવા માટે કઈ-કઈ સર્વિસ અને એક્ટિવિટીને છૂટ રહેશે જેથી તમને નિર્ણય લેવામાં સરળતા રહે. અહીં યાદ રાખો કે કોરોના વાળા વિસ્તારમાં છૂટ મળશે નહીં. 


લોકડાઉનમાં આ સેવાઓ અને પ્રવૃત્તિઓને મુક્તિ મળશે
1. આરોગ્ય સેવાઓ. આયુષ સેવાઓ આમાં કાર્યરત રહેશે.
2. તમામ પ્રકારની કૃષિ, બાગાયતી પ્રવૃત્તિઓ કરી શકાય છે.
3. મત્સ્યઉદ્યોગ સંબંધિત પ્રવૃત્તિઓ (દરિયાઇ અથવા અંતર્ગત) હાથ ધરી શકાય છે.
4. ચા, કોફી, રબર વગેરે વાવેતર કરી શકાય છે. પરંતુ આ માટે, 50 ટકા કામદારો સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
5. પશુપાલન કરી શકાય છે.
6. નાણાકીય ક્ષેત્રની કામગીરી ચાલુ રહેશે.
7. સામાજિક ક્ષેત્રની કામગીરી ચાલુ રહેશે.
8. પેટ્રોલ પમ્પ જેવી જાહેર ઉપયોગિતાઓની સેવાઓ પર છૂટ
9. માલની વહન ચાલુ રહેશે.
10. મનરેગા સંબંધિત પ્રવૃત્તિઓને મંજૂરી. પરંતુ સામાજિક અંતર અને ચહેરાના માસ્ક સાથે કામ કરવામાં આવશે.
11. આવશ્યક માલની સપ્લાયની છૂટ
12. વાણિજ્યિક અને ખાનગી કંપનીઓને કામ કરવાની મંજૂરી છે
13. ઉદ્યોગો / આદ્યોગિક એકમો (સરકારી અને ખાનગી) ને કામ કરવાની મંજૂરી.
14. બાંધકામ સંબંધિત કામ કરવામાં આવશે.
15. ખાનગી વાહનોનો ઉપયોગ તબીબી અને પશુચિકિત્સાની સંભાળ અને આવશ્યક માલની ખરીદી જેવી આવશ્યક સેવાઓ માટે થઈ શકે છે. આ ઉપરાંત મુક્તિ કેટેગરીમાં જે કામ સાથે જોડાવા જઈ રહ્યા છે તેમને પણ મંજૂરી આપવામાં આવશે.
16. કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંની તમામ કચેરીઓ ખુલ્લી રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...