VIDEO અયોધ્યામાં જાજરમાન અને ભવ્યાતિભવ્ય બનશે `શ્રીરામનું ભવ્ય ધામ`, હશે આ હાઈટેક સુવિધાઓ
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું સપનું જલદી સાકાર થવાનુ છે. કારણ કે રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પહેલી બેઠક 19 ફેબ્રુઆરીથી દિલ્હીમાં થવાની છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પહેલી બેઠકમાં રામ મંદિર નિર્માણની તારીખ પણ નક્કી થશે.
નવી દિલ્હી: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું સપનું જલદી સાકાર થવાનુ છે. કારણ કે રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પહેલી બેઠક 19 ફેબ્રુઆરીથી દિલ્હીમાં થવાની છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પહેલી બેઠકમાં રામ મંદિર નિર્માણની તારીખ પણ નક્કી થશે. Zee News સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલે જણાવ્યું કે 2022 સુધીમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ મિશનને કેવી રીતે આગળ વધારવું તેના પર ટ્રસ્ટની પહેલી બેઠકમાં વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે. કામેશ્વર ચૌપાલે કહ્યું કે 24 મહિનામાં જ ભવ્ય રામ મંદિર બનાવવામાં આવશે અને રામ મંદિરના શિલાન્યાસ માટે ટ્રસ્ટ પીએમ મોદીને આમંત્રણ આપશે.
EXCLUSIVE : આટલા મહિનામાં બનીને તૈયાર થઈ જશે અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિર
રામ મંદિરની દિવ્યતા અને ભવ્યતા પર તેમના તરફથી બતાવવામાં આવ્યું કે 67 એકર જમીનનું સૌથી પહેલા સમતલીકરણ કરાવવામાં આવશે. આ સાથે જ તેમણે દાવો કર્યો કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર માટે 67 એકર જમીન ઓછી પડી શકે છે અને તે માટે વધુ જમીનની જરૂર પડશે. ગગનચુંબી અને સૌથી દિવ્ય મંદિર અયોધ્યામાં ભગવાન રામનું બનાવવામાં આવશે.
કેવું હશે મંદિર?
- જન્મભૂમિ પર બનનારું મંદિર બે માળનું હશે.
- મંદિરની લંબાઈ 268 ફૂટ, પહોળાઈ 140 ફૂટ, ઊંચાઈ 128 ફૂટ
- ભવ્ય મંદિરમાં 212 સ્તંભ હશે, જેમાં પહેલા માળ પર 106 સ્તંભ
- રામ મંદિરમાં સિંહ દ્વાર, નૃત્ય મંડપ, રંગ મંડપ, કોળી, ગર્ભગૃહ
- મંદિરના ગર્ભગૃહની ચારેબાજુ 10 ફૂટ પહોળો પરિક્રમા માર્ગ
- નીચલા માળે ભગવાન રામ રામલલા તરીકે વીરાજમાન
- શ્રી રામ મંદિરના પ્રથમ માળ પર ભવ્ય રામ દરબાર બનાવવામાં આવશે
વધુ વિગતો માટે જુઓ VIDEO
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube