EXCLUSIVE : આટલા મહિનામાં બનીને તૈયાર થઈ જશે અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિર
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ ક્યારથી શરૂ થશે અને તે ક્યાં સુધીમાં બનીને તૈયાર થશે, તેની જાણકારી સામે આવી છે. 24 મહિનાની અંદર ભવ્ય રામમંદિરનું નિર્માણ કામ પૂરુ કરી લેવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ ક્યારથી શરૂ થશે અને તે ક્યાં સુધીમાં બનીને તૈયાર થશે, તેની જાણકારી સામે આવી છે. 24 મહિનાની અંદર ભવ્ય રામમંદિરનું નિર્માણ કામ પૂરુ કરી લેવામાં આવશે. આ વાત અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સભ્ય કામેશ્વર ચૌપાલે Zee News સાથે વાતચીતમાં કરી.
હકીકતમાં આગામી 19 ફેબ્રુઆરીએ ટ્રસ્ટની પહેલી બેઠક થવાની છે. ટ્રસ્ટની પહેલી બેઠક પ્રયાગરાજની જગ્યાએ દિલ્હીમાં થશે. આ માટે 18 ફેબ્રુઆરીના રોજ ટ્રસ્ટના તમામ સભ્યો દિલ્હી પહોંચશે. કહેવાય છે કે રામ મંદિરના શિલાન્યાસ માટે ટ્રસ્ટ પીએમ નરેન્દ્ર મોદીને બોલાવશે.
2022 સુધીમાં રામ મંદિરનું નિર્માણ પૂરું થઈ જશે. 67 એકર જમીન રામ મંદિર માટે ઓછી પડશે. મંદિર નિર્માણ માટે હજુ વધુ જમીનની જરૂર પડશે. રામ મંદિરનું નિર્માણ શરૂ કરવાની તારીખ આગામી કેટલાક અઠવાડિયામાં નક્કી થશે.
કોણ છે કામેશ્વર ચૌપાલ
- શ્રીરામ જન્મભૂમિક તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય
- અયોધ્યામાં રામ મંદિરની પહેલી શિલા રાખી હતી
- નવેમ્બર 1989ના રોજ રામ મંદિરની પહેલી શિલા રાખી હતી
- 1984માં વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયા, બાદમાં ભાજપમાં સામેલ થયા
- મૂળ રીતે બિહારના સુપૌલ જિલ્લાના રહીશ
- 1991માં રોસડા લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર બન્યા હતાં
- 2002માં તેઓ બિહાર વિધાન પરિષદના સભ્ય બન્યાં
- 2014માં સુપૌલ લોકસભા સીટથી ચૂંટણી લડ્યા હતાં.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અન્ય સભ્યો...
કે. પારાશરણ
અયોધ્યા મામલે તેઓ હિન્દુ પક્ષના વકીલ હતાં. સબરીમાલા મામલે ભગવાન અયપ્પાના વકીલ હતા. પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત છે.
સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી
જ્યોતિર્પીઠના શંકરાચાર્ય
મધ્વાચાર્ય સ્વામી વિશ્વ પ્રસન્નતીર્થ
પેજાવર મઠના પીઠાધીશ્વર
યુગપુરુષ પરમાનંદ મહારાજ
અખંડ આશ્રમ હરિદ્વારના પ્રમુખ
સ્વામી ગોવિંદ દેવ ગિરિ મહારાજ
રામકથા વાચક
જુઓ LIVE TV
વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા
અયોધ્યા રાજ પરિવારના વંશજ
કામેશ્વર ચૌપાલ
પહેલા કારસેવક
મહંત દિનેન્દ્ર દાસ
નિર્મોહી અખાડાના પ્રતિનિધિ
અનિલ મિશ્રા
વ્યવસાયે હોમિયોપેથીના ડોક્ટર, રામ મંદિર આંદોલન અને RSS સાથે જોડાયેલા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે