નવી દિલ્હી: કર્ણાટકના ભાજપના સીનિયર નેતા ગુરૂવારે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી શકે છે. મુલાકાત દરમિયાન રાજ્યમાં પાર્ટીના આગામી પગલા પર ચર્ચા કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર, કર્ણાટકના ભાજપના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર, મધુસ્વામી, અરવિંદ લિંબાવલી અને કેટલાક અન્ય નેતાઓ આજે દિલ્હી આવવાના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- મધ્યપ્રદેશમાં ઊંધી ચાલઃ કમલનાથ તોડી લાવ્યા ભાજપના સરોવરમાંથી બે 'કમળ'


14 મહિના જૂની કુમારસ્વામીની સરકારને તોડ્યા બાદ રાજ્યમાં ભાજપ યેદુયરપ્પાના નેતૃત્વમાં સરકાર બનાવવા ઇચ્છે છે પરંતુ કેન્દ્રીય નેતૃત્વ ઉતાવળમાં નથી. કેન્દ્રીય નેતૃત્વ દરેક રીતે સુનિશ્ચિત કરવા ઇચ્છે છે કે, પરિસ્થિતિ પાર્ટીને અનુકુળ થઇ જાય. પાર્ટીની નજર રાજ્યના ઘણા મુદ્દા પર છે જેમાં એખ મુદ્દો બળવાખોર ધારાસભ્યોનો પણ છે.


વધુમાં વાંચો:- કોઈ હોટલમાં કેળા ખાતા પહેલાં સમજી-વિચારીને આપજો ઓર્ડર, બે કેળાનું બિલ આવ્યું રૂ.443...!


ખરેખરમાં બળવાખોર ધારાસભ્યો અને કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટે હજુ નિર્ણય લેવાના છે એટલા માટે ભાજપ આ મામલે ઉતાવળ કરવા ઇચ્છતું નથી. કેન્દ્રીય નેતૃત્વમાં હુજ સુધી રાજ્યમાં સરકારના ગઠનને લઇને કોઇ નિર્ણય લેવાયો નથી. ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, અમે સરકારના ગઠનનો દાવો કરવાના છીએ. તેમાં કોઇ શંકા નથી પરંતુ તેમાં સમય લાગી શકે છે.


વધુમાં વાંચો:- ચંદ્રશેખરજીને જે ગૌરવ મળવું જોઈતું હતું તે મળ્યું નથીઃ પીએમ નરેન્દ્ર મોદી


કેન્દ્રીય નેતૃત્વનું સરકારના ગઠનમાં કોઇ ઉતાવળ ના કરવાનું આ પણ એક કારણ છે કે જો બળવાખોર ધારાસભ્યોના રાજીનામાં સ્વીકાર કરી લેવામાં આવે છે તો તેમને અયોગ્ય જાહેર કરવામાં આવે છે તો રાજ્યમાં 15થી વધારે બેઠકો પર પેટા ચૂંટણી થશે. આવી પરિસ્થિતિમાં ભાજપને બહુમત માડટે વધુ સંખ્યાબળની જરૂરીયાત હશે.


વધુમાં વાંચો:- UAPA બિલ લોકસભામાં પસાર, ગૃહમંત્રીએ કહ્યું, અર્બન નકસલીઓ માટે સરકારના દિલમાં કોઈ સ્થાન નહીં


જો કે, કર્ણાટકના ભાજપ પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદુયરપ્પા કેન્દ્રીય નેતૃત્વને મનાવવામાં લાગ્યા છે કે બહુમત ભેગી કરવામાં કોઇ મોટી સમસ્યા નહીં આવે અને જો કોઇ એવી પરિસ્થિતિ આવે છે તો કોંગ્રેસ- જેડીએસના કેટલાક ધારાસભ્યો પાર્ટી છોડવા ઇચ્છે છે અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા ઇચ્છે છે. યેદુયરપ્પાએ દાવો કર્યો છે કે કોંગ્રેસ-જેડીએસના ઘણા નેતા તેમના સંપર્કમાં છે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...