મધ્યપ્રદેશમાં ઊંધી ચાલઃ કમલનાથ તોડી લાવ્યા ભાજપના સરોવરમાંથી બે 'કમળ'

મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર દ્વારા રજૂ કરવામાં એક બિલ પર મત વિભાજન દરમિયાન ભાજપના બે ધારાસભ્યોએ સરકારનો સાથે આપ્યો અને સાથે જ કોંગ્રેસમાં જોડાવાના પણ સ્પષ્ટ સંકેત આપ્યા છે. ભાજપ આ બિલના વિરોધમાં હતી અને આ બે ધારાસભ્ય સિવાય તેના તમામ ધારાસભ્યો બિલ પર મતદાન સમયે ગૃહમાં હાજર ન હતા. 
 

મધ્યપ્રદેશમાં ઊંધી ચાલઃ કમલનાથ તોડી લાવ્યા ભાજપના સરોવરમાંથી બે 'કમળ'

ભોપાલઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારનું પતન થયા પછી મધ્યપ્રદેશમાં પણ એવી જ સંભાવના હોવાનો દાવો કરનારી ભાજપને બુધવારે મોટો ઝટકો લાગ્યો છે. રાજ્ય વિધાનસભામાં કમલનાથ સરકાર દ્વારા રજૂ કરવામાં એક બિલ પર મત વિભાજન દરમિયાન ભાજપના બે ધારાસભ્યોએ સરકારનો સાથે આપ્યો અને સાથે જ કોંગ્રેસમાં જોડાવાના પણ સ્પષ્ટ સંકેત આપ્યા છે. ભાજપ આ બિલના વિરોધમાં હતી અને આ બે ધારાસભ્ય સિવાય તેના તમામ ધારાસભ્યો બિલ પર મતદાન સમયે ગૃહમાં હાજર ન હતા. 

ભાજપના બળવાખોર ધારાસભ્યો જોડાશે કોંગ્રેસમાં 
ક્રિમિનલ લો (અમેન્ડમેન્ટ) બિલ પર મતદાન દરમિયાન મૈહરના ભાજપના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠી અને બ્યોહારીમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય શરદ કૌલે સરકારનો સાથ આપ્યો હતો. સરકારના બિલના સમર્થનમાં વોટ આપ્યા પછી નારાયણ ત્રિપાઠીએ જણાવ્યું કે, "ભાજપ સતત જૂઠા વચનો આપે છે અને ખુદનો પ્રચાર કરે છે. મારે મારા મતવિસ્તાર મૈહરનો વિકાસ કરવાનો છે અને હું મુખ્યમંત્રી કમલનાથની સાથે છું." બીજા ધારાસભ્ય શરદ કૌલે જણાવ્યું કે, "આ બાબત તેમની 'ઘર વાપસી' જેવી છે, કેમ કે તેઓ અગાઉ પણ કોંગ્રેસમાં રહી ચૂક્યા છે." 

બંને ધારાસભ્યો થયા ગાયબ
કમલનાથ સરકારને બિલ પર મતદાન દરમિયાન ટેકો આપ્યા પછી હવે બંને ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જોવાયા છે. એવું કહેવાય છે કે, તેઓ રાત્રે રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ સાથે ડિનર કરશે. કમલનાથ સરકારના મંત્રી જયવર્ધન સિંહે ભાજપના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠી અને શરદ કૌલના કોંગ્રેસમાં જોડાવા અંગેનાસવાલનો જવાબ આપતા કહ્યું કે, "ભાજપના બંને ધારાસભ્યો અમારી સાથે છે. નારાયણ ત્રિપાઠી અને શરદ કૌલ 100 ટકા કોંગ્રેસ પાર્ટીને સાથ આપવા માગે છે." 

— ANI (@ANI) July 24, 2019

કમલનાથે ફેંક્યો પડકાર
વિધાનસભામાં મુખ્યમંત્રી કમલનાથે ધ્યાનાકર્ષણ પર ચર્ચા દરમિયાન બુધવારે વિરોધ પક્ષને બહુમત પરીક્ષણનો પડકાર ફેંકતા કહ્યું કે, "વિરોધ પક્ષ ઈચ્છે તો ગમે ત્યારે બહુમતનું પરીક્ષણ કરાવી શકે છે. અમે આજે જ તેના માટે તૈયાર છીએ. અહીં કોઈ ધારાસભ્ય વેચાય તેવો નથી. કોંગ્રેસની સરકાર પાંચ વર્ષ પૂરા કરશે અને પોતાની તાકાત સાથે ચાલશે. વિકાસનો એક એવો નકશો બનશે જે દરેક વર્ગ માટે ખુશહાલી લાવનારો રહેશે."

માત્ર નંબર 1 અને 2ના આદેશની જ વારઃ વિરોધ પક્ષ
કમલનાથ જ્યારે પોતાનો પક્ષ રજૂ કરતા હતા ત્યારે વિરોધ પક્ષના નેતા તેમને અધવચ્ચે જ રોકતા કહ્યું કે, "તેઓ ધારાસભ્યોના ખરીદ-વેચાણ પર વિશ્વાસ ધરાવતા નથી, પરંતુ ઉપરથી નંબર-1 અને નંબર-2નો આદેશ આવશે તો સરકારને પાડી દેતા રાજ્યમાં એક દિવસ પણ નહીં લાગે."

બીએસપીનો સંપૂર્ણ ટેકો
આ ચર્ચામાં બીએસપીના ધારાસભ્ય રામ બાઈએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, તેઓ કોંગ્રેસ સરકારને ટેકો આપે છે. કમલનાથ સરકારને કોઈ પાડી શકશે નહીં. 

કોંગ્રેસને મળ્યો છે બહારથી ટેકો
મધ્યપ્રદેશમાં કોંગ્રેસને પોતાના બળે પૂર્ણ બહુમત મળ્યો નથી. રાજ્યની 230 ધારાસભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના 114 અને ભાજપના 108 ધારાસભ્ય છે. વર્તમાન સરકારને અપક્ષ, બીએસપી અને સપાના ધારાસભ્યોનો ટેકો મળેલો છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news