કોઈ હોટલમાં કેળા ખાતા પહેલાં સમજી-વિચારીને આપજો ઓર્ડર, બે કેળાનું બિલ આવ્યું રૂ.443...!

બોલિવૂડના અભિનેતા અને ડિરેક્ટર રાહુલ બોસની ફાઈવ સ્ટાર હોટલમાં મળેલું બે કેળાનું બિલ જોઈને આંખો પહોળી થઈ ગઈ અને તેમણે આ બિલનો વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે 
 

કોઈ હોટલમાં કેળા ખાતા પહેલાં સમજી-વિચારીને આપજો ઓર્ડર, બે કેળાનું બિલ આવ્યું રૂ.443...!

નવી દિલ્હીઃ શું તમે ક્યારેય કેળા ખાધા છે? તમને એમ લાગશે કે આમાં વળી શું નવું છે? હવે એ વિચારો કે તમે જે શહેરમાં રહો છો ત્યાં એક ડઝન કેળાનો શું ભાવ છે? તમારા શહેરમાં એક ડઝન કેળાનો ભાવ રૂ.40 કે 60 હશે. ચાલો વધુમાં વધુ રૂ.100 માની લઈએ. 

જોકે, એક ફાઈવસ્ટાર હોટલમાં માત્ર બે કેળાનું બિલ એવું આયું કે કેળાનો ઓર્ડર આપનારી વ્યક્તિની આંખો પહોળી થઈ ગઈ હતી. બોલિવૂડના અભિનેતા અને ડિરેક્ટર રાહુલ બોસની ફાઈવ સ્ટાર હોટલમાં મળેલું બે કેળાનું બિલ જોઈને આંખો પહોળી થઈ ગઈ અને તેમણે આ બિલનો વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે. તેમણે આ વીડિયોમાં જણાવ્યું છે કે, તેઓ એક હોટલમાં ગયા હતા જ્યાં તેમણે બે કેળાનો ઓર્ડર આપ્યો હતો. જોકે જ્યારે એ કેળાનું બિલ આવ્યું ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા! 

— Rahul Bose (@RahulBose1) July 22, 2019

રાહુલ બોઝે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, 'તમારે વિશ્વાસ ઊભો કરવા આ વીડિયો જોવો પડશે. કોણ કહે છે કે, ફળ તમારા માટે નુકસાનકારક નથી?' આ વીડિયોમાં રાહુલે કેળાના ફોટા પણ મુક્યા છે અને બિલની કોપી પણ મુકી છે. 

જૂઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news