પટના: બિહારમાં ગત રાત્રે ભારે વાવાઝોડા સાથે વરસાદ પડતાં ગરમીમાંથી જરૂર રાહત મળી છે, પરંતુ વાવાઝોડાએ 17 લોકોના જીવ લીધા. રાજ્યના વિભિન્ન ભાગોમાં ભારે નુકસાન થયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા નુકસાનની વિગતો એકઠી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર ગયામાં ચાર, મુંગેરમાં ત્રણ, ઔરંગાબાદમાં પાંચ, કટિહારમાં ત્રણ અને નવાદામાં બે લોકોના મોત નિપજ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારે વાવાઝોડા અને વરસાદના લીધે રાજગીર મલમાસ મેળાના ઘણા મંડપોને નુકસાન થયું, તો બીજી તરફ ઝાડ પડી જતાં પાંચ પર્યટકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોમાં એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે, જેની સારવાર માટે પીએમસીએચ રીફર કરવામાં આવ્યો છે. 


ઇજાગ્રસ્તોમાં સુપૌલના વિજય શર્મા, સિકંદર શર્મા સહિત ત્રણ અન્ય સામેલ છે. આ પહાડો પર ફરવા ગયા હતા આ દરમિયાન ભારે વાવાઝોડું અને વરસાદ ખાબક્યો. આ દરમિયાન ઝાડ તે લોકો પર પડ્યું હતું. વાવાઝોડા બાદ પોરે રાજગીરમાં વિજળી ઠપ્પ થઇ ગઇ હતી, જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

CBSE 10th result 2018: આજે સાંજે જાહેર થશે પરિણામ, અહીં જુઓ પરિણામ 



વારસલીગંજ પોલીસ મથકના નેમાજગઢ અને નારોમુરાર ગામમાં આકાશમાંથી વિજળી પડતાં બે લોકોના મોત નિપજ્યા છે. તેમાં એક 16 વર્ષીય યુવતિનો પણ સમાવેશ થાય છે. ધાબા પર કામ કરી રહેલી યુવતી પર વિજળી પડતાં મોત નિપજ્યું હતું. એટલું જ નહી આંધી-તૂફાનના લીધે વારસલીગંજ-નવાદા પથ પર કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. વિજળીના તારને પણ ભારે નુકસાન થયું છે, જેના લીધે જિલ્લામાં લગભગ બધા ભાગોમાં વિજળીનો પુરવઠો ઠપ્પ થઇ ગયો હતો. 


કટિહારમાં વાવાઝોડાનો આતંક જોવા મળ્યો હતો. અહીં ઝાડ પડી જતાં બે પરિવારોના ઘર દબાઇ ગયા હતા. શહેરની ગૌશાળામાં એક મહિલાનું મોત નિપજ્યું હતું, જ્યારે કોઢા પ્રખંડના પેખા ગામમાં મહાદલિત પરિવારના બે લોકો ઘરમાં દબાઇ જતાં મોત નિપજ્યા હતા. અત્યાર સુધી ચાર લોકોને ઇજા પહોંચી હોવાના સમાચાર છે. શહેરની વિભિન્ન હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. વહિવટી તંત્રએ ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરી છે.