જમ્મૂ: જમ્મૂ કાશ્મીર (Jammu and Kashmir) માં કોંગ્રેસ પાર્ટીને મોટો આંચકો લાગી રહ્યો છે. પાર્ટીના સાત નેતાઓએ એકસાથે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. માનવામાં આવી રહ્યું છે કે આ તમામ નેતા ગુલાબ નબી આઝાદ જૂથના છે અને નેતૃત્વ બદલવાને લઇને પાર્તીના નિર્ણયથી નારાજ હતા. સાથે જ તેમનો દાવો છે કે પાર્ટી સંબંધી મુદ્દાઓ પર તેમણે પોતાની વાત રાખવાની તક આપવામાં આવી ન હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ મંત્રી અને ધારસભ્ય સામેલ
હાઇકમાન્ડને રાજીનામું મોકલનારાઓમાં ચાર પૂર્વ મંત્રી અને ત્રણ ધારાસભ્યો સામેલ છે. સૂત્રોનું કહેવું છે કે આ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદ (Ghulam Nabi Azad) ના નજીક છે. કોંગ્રેસના આ નેતાઓના રાજીનામાના થોડા દિવસો પહેલાં જ આઝાદે જમ્મૂ કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. 


રાજીનામું આપનાર નેતાઓમાં જીએમ સરૂરી, જુગલ કિશોર શર્મ,આ વિકાર રસૂલ, નરેશ કુમાર ગુપ્તા, અનવર ભટ્ટ સામેલ છે. આ નેતાઓએ સોનિયા ગાંધી (Sonia Gandhi) ઉપરાંત પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીની પ્રદેશ પ્રભારી રજની પાટિલને પણ રાજીનામાની કોપી મોકલી છે.

ઉમેદવારે અંગારા પર ચાલીને આપી અગ્નિ પરીક્ષા, વચનો પર વોર્ટર્સને નથી વિશ્વાસ


હાઇકમાન્ડ સાંભળી રહ્યું નથી વાત
પોતાના પદો પરથી રજીનામું આપ્યા બાદ આ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે તેમને પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વના શત્રુતાપૂર્ણ વલણના લીધે આ પગલું ભરવું પડ્યું. તેમણે પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ ગુલાબ અહમદ મીર (Ghulam Ahmad Mir) પર નિશાન સાધ્યું છે. સૂત્રોએ એ પણ કહ્યું કે પૂર્વ ઉપ મુખ્યમંત્રી તારા ચંદ સહિત આઝાદના અંગત કેટલાક અન્ય નેતાઓએ રાજીનામા આપનાર નેતાઓથી અંતર બનાવી દીધું છે. 


આ નેતાઓએ પોતાના રાજીનામામાં કહ્યું કે તેમણે પોતાના મુદ્દાઓ તરફથી પાર્ટી હાઇકમાન્ડનું ધ્યાન ખેચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમણે સમય ન આપ્યો. આ નેતાઓનું કહેવું છે કે તે ગત એક વર્ષથી પાર્ટે નેતૃત્વને મળવાનો સમય માંગી રહ્યા હતા. પરંતુ તેમને સમય આપવામાં ન આવ્યો. 

Viral News: પાણીપુરી ખાવાના શોખીનો જરા ચેતી જજો, ફોટો જોઇને ઉડી જશે હોશ


પાર્ટીની સ્થિતિ ખૂબ ખરાબ
મીર પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે મીરના અધ્યક્ષ રહેતા પાર્ટી ખૂબ જ દયનીય સ્થિતિની તરફ વધી રહી છે અને પાર્ટીના ઘણા બધા નેતા રાજીનામા આપીને બીજા પક્ષોમાં જોડાઇ ગયા, પરંતુ કેટલાકે મૌન રહીને નિર્ણય કર્યો છે. તેમણે આ આરોપ પણ લગાવ્યો કે જમ્મૂ કાશ્મીર પ્રદેશ કોંગ્રેસના કામકાજ પર કેટલાક નેતાઓએ કબજો જમાવી રાખ્યો છે.  


સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ હાઇકમાન્ડે પહેલાં સ્પષ્ટ કરી દીધું હતું કે કોઇપણ ચિંતાનું નિદાન પાર્ટીની વ્યવસ્થા હેઠળ કરવામાં આવશે અને મીડિયા દ્વારા કંઇ નહી થાય. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે આ નેતાઓ વિરૂદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી થઇ શકે છે કારણ કે તેમણે પાર્ટી હાઇકમાન્ડ પર નિશાન સાધ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube