ઉમેદવારે અંગારા પર ચાલીને આપી અગ્નિ પરીક્ષા, વચનો પર વોર્ટર્સને નથી વિશ્વાસ
બિહાર (Bihar) માં ચાલી રહેલી પંચાયત ચૂંટણી (Panchayat Election) ને લઇને અલગ-અલગ પદો પર ચૂંટણી લડવાને લઇને ઉમેદવારો વોટર્સનો વિશ્વાસ જીતવા માટે સંભવ પ્રયત્ન કરી રહ્યા છે. આ દરમિયાન ઉમેદવારો વોટર્સને ઘણા પ્રકારના લોભામણા વાયદા પણ કરી રહ્યા છે.
Trending Photos
ગોપાલગંજ: બિહાર (Bihar) માં ચાલી રહેલી પંચાયત ચૂંટણી (Panchayat Election) ને લઇને અલગ-અલગ પદો પર ચૂંટણી લડવાને લઇને ઉમેદવારો વોટર્સનો વિશ્વાસ જીતવા માટે સંભવ પ્રયત્ન કરી રહ્યા છે. આ દરમિયાન ઉમેદવારો વોટર્સને ઘણા પ્રકારના લોભામણા વાયદા પણ કરી રહ્યા છે. આ દરમિયાન બિહારના ગોપાલગંજ જિલ્લાની શેર પંચાયતમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સરપંચ પદના ઉમેદવારે સળગતા અંગારા પર ઉઘાડા પગે ચાલીને વાયદા નિભાવવનો વિશ્વાસ વ્યક્ત અપાવ્યો.
પંચાયત ચૂંટણીમાં ઉમેદવારોએ લગાવી પુરી તાકાત
તમને જણાવી દઇએ કે ગોપાલગંજ જિલ્લાની શેર ગ્રામ પંચાયતમાં નવમા તબક્કા હેઠળ 29 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે. તેને લઇને અલગ-અલગ પદો પર કિસ્મત અજમાવી રહેલા તમામ ઉમેદવારોએ પોતાની તાકાત લગાવી દીધી છે.
સળગતા અંગારા પર ચાલ્યા સરપંચ પદના ઉમેદવાર
આ મુદ્દે શેર પંચાયતમાં સરપંચ પદના ઉમેદવાર માટે ભાગ્ય અજમાવી રહેલા મુન્ના મહતોએ સળગતા અંગારા પર ચાલીને કરવામાં આવેલા વાયદાને ભજવવાનો વાયદો કર્યો હતો. તેમણે પોતે દેવી માના ભક્ત બનાવતાં કહ્યું કે આગ પર ચાલીને અગ્નિ પરીક્ષા આપી છે. જીત્યા પછી સારું કામ કરીશ. આ દરમિયાન મોટી સંખ્યામાં હાજર લોકોએ જયકાર પણ લગાવતા રહ્યા. તેમણે કહ્યું કે અન્ય ઉમેદવારમાં કરવામાં આવેલા વાયદાને ભૂલી જાય છે પરંતુ હું ભૂલવાનો નથી. જે વાયદો કરી રહ્યો છું. તે નિભાવીશ.
દેવી માતાની તાકાતથી જીતી જઇશ ચૂંટણી: ઉમેદવાર
પહેલીવાર કોઇપણ ચૂંટણી મેદાનમાં ઉતરેલા મુન્ના દરરોજ દેવીસ્થાન પર દેવી માની પૂજા-અર્ચના કરે છે. આ દેવીસ્થાન પર દરરોજ લોકોની ભીડ જામે છે. આ દરમિયાન ઉમેદવાર મુન્નાએ જણાવ્યું કે તે જ્યાં સુધી ચૂંટણી જીતશે નહી ત્યાં સુધી દેવીની આરાધના કરતા રહેશે. તેમણે પોતાની જીતનો દાવો કરતાં કહ્યું કે દેવીની તાકાતથી જ તે ચૂંટણી જીતશે.
મુન્ના મહંતોની આ અગ્નિ પરીક્ષાને જોવા માટે લોકોની ભીડ એકઠી થઇ હતી, જે જયકારા લગાવતી રહી. દેવીસ્થાન પરિસરમાં પહેલાં એક ખાડો બનાવવામાં આવ્યો અને પછી તેમાં અંગારા નાખવામાં આવ્યા. તેના પર મુન્ના મહતો ઉઘાડા પગે ચાલ્યા.
બીજી તરફ મુન્ના મહતોએ ચૂંટણી મેદાનમાં ઉતર્યા બાદ ચૂંટણી પણ રોચક થઇ ગઇ છે. ગ્રામજનો પણ કહે છે કે આ પહેલાં પણ દેવીસ્થાન પર રહીને પૂજા પાઠ કરતા રહ્યા છે. ગ્રામજનો પણ તેમાં શ્રદ્ધા ધરાવે છે. ગ્રામજનોએ જોકે મતદાનને લઇને કંઇપણ ખુલીને બોલી રહ્યા નથી. જોકે હાલ પરિણા આવ્યા પછી નક્કી થશે કે મુન્ના ચૂંટણી જીતી શકે છે કે નહી. પરંતુ મુન્ના મહતોના ચૂંટણી મેદાનમાં ઉતરવાથી લોકોનું ચૂંટણી પ્રત્યે આકર્ષણ વધી ગયું છે. જાણી લો કે બિહારમાં 11 તબક્કામાં પંચાયત ચૂંટણી યોજાઇ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે