નવી દિલ્હી: લદાખ (Ladakh) સરહદે ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. સરહદ વિવાદ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)  સતત પીએમ મોદી પર પ્રહાર કરી રહ્યાં છે. આ બધા વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)એ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને રાજનીતિ થવી જોઈએ નહીં. તેમણે વધુમાં કહ્યું કે 'વર્ષ 1962માં શું થયું હતું, તેને ભૂલી શકાય નહીં. ચીને આપણા 45000 વર્ગ કિમી ક્ષેત્રમાં અતિક્રમણ કરી લીધુ હતું.' પવારે કહ્યું કે 'હાલમાં, મને નથી ખબર કે તેણે ભૂમિ પર કબજો જમાવ્યો છે કે નહીં પરંતુ તેના પર ચર્ચા કરતી વખતે આપણે ભૂતકાળને યાદ રાખવો જરૂરી છે.' 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પવારની આ ટિપ્પણી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના તે આરોપો પર હતી જેમાં તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ચીનની આક્રમકતાના કારણે ભારતીય ક્ષેત્ર સોંપી દીધો. તેમણએ એમ પણ કહ્યું કે લદાખમાં ગલવાન ઘાટીની ઘટનાને રક્ષામંત્રીની નિષ્ફળતા બતાવવામાં ઉતાવળ ન કરી શકાય કારણ કે પેટ્રોલિંગ સમયે ભારતીય સૈનિકો સતર્ક હતાં. મીડિયા સાથે વાતચીતમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ સમગ્ર પ્રકરણ 'સંવેદનશીલ' પ્રકૃતિનો છે. ગલવાન ઘાટીમાં ચીને ઉશ્કેરણી કરનારું વલણ અપનાવ્યું. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube