એર એમ્બ્યુલન્સથી દિલ્હી પહોંચ્યા Lalu Prasad Yadav, AIIMS માં થયા દાખલ
તેજસ્વી યાદવે કહ્યુ કે, તેમના ફેફસામાં પાણી ભરાયું છે. તેમને નિમોનિયા થઈ ગયો છે. જે આ ઉંમરમાં યોગ્ય નથી. ગુરૂવારે લાલુ પ્રસાદ યાદવને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ હતી.
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી 73 વર્ષી લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) ને શનિવારે સાંજે સારવાર માટે અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થા (AIIMS) માં શિફ્ટ કરવામાં આવ્યા છે. પ્રસાદને ચાર્ટર્ડ ફ્લાઇટથી એર એમ્બ્યુલન્સથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. તેમની સાથે પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને પુત્ર તેજસ્વી અને તેજપ્રતાપ હાજર રહ્યા હતા.
રાંચી RIMS ના ડોક્ટરોએ દિલ્હી કર્યા રેફર
આ પહેલા રાંચીના રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (RIMS) ની આઠ સભ્યોની ટીમે તેમની સારવાર માટે દિલ્હી એમ્સ રેફર કર્યા હતા. દિલ્હી શિફ્ટ કરતા પહેલા લાલુ પ્રસાદા સ્વાસ્થ્યની સ્થિતિ જોતા RIMS મા આઠ સભ્યોની ટીમની રચના કરવામાં આવી, ત્યારબાદ સારી સારવાર માટે દિલ્હી એમ્સમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
Lalu Prasad Yadav) ને શુક્રવારે ઈકો (ઈસીજી), ઈસીજી, અલ્ટ્રાસાઉન્ડ, કેયૂબીપી અને એચઆરસીટી સહિત ઘમા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સૂત્રએ કહ્યુ કે, નિમોનિયા છોડીને તેમના રિપોર્ટ સામાન્ય આવ્યા છે. તેમને નિમોનિયાની કેટલી અસર છે અને ફેફસામાં સંક્રમણ કેવું છે, તેની માહિતી આગામી ટેસ્ટ કર્યા બાદ ખ્યાલ આવશે.
એમ્સમાં દાખલ થયા લાલુ પ્રસાદ યાદવ
લાલુ યાદવને એમ્સના કાર્ડિયો ન્યૂરો સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્યને લઈને હાલ કોઈ મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવશે નહીં. પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને ગ્રીન કોરિડોર બનાવીને એમ્સ સુધી લાવવામાં આવ્યા હતા. આ પહેલા માર્ચ 2018મા તેઓ એમ્સમાં દાખલ થયા હતા. ત્યારબાદ એપ્રિલમાં તેમને રજા આપવામાં આવી હતી.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube