Tractor Parade on 26 January: કિસાનોનો દાવો, દિલ્હી પોલીસે આપી 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી

દિલ્હી પોલીસ (Delhi Police) ની સાથે કિસાન સંગઠનોની બેઠક બાદ કિસાન નેતા અભિમન્યુ કોહરે જણાવ્યુ કે, પોલીસે તેમને 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ (Tractor Parade) કાઢવાની મંજૂરી આપી છે. 
 

 Tractor Parade on 26 January: કિસાનોનો દાવો, દિલ્હી પોલીસે આપી 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર કિસાનોની પ્રસ્તાવિત ટ્રેક્ટર પરેડ (Tractor Parade) ના મામલામાં સુપ્રીમ કોર્ટ (Supreme Court) નો હસ્તક્ષેપથી ઇનકાર કર્યા બાદ કેન્દ્ર સરકારની સાથે દિલ્હી પોલીસ માટે ચિંતાનો વિષય બનેલો છે. આ વચ્ચે કિસાન નેતાઓએ દાવો કર્યો કે, દિલ્હી પોલીસ (Delhi Police) એ તેમને 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ કાઢવાની મંજૂરી આપી છે. રૂટને લઈને પોલીસ અને કિસાનો વચ્ચે સહમતિ બની ગઈ છે. શનિવારે રાત્રે તેને અંતિમ રૂપ આપવામાં આવશે. 

દિલ્હી પોલીસ (Delhi Police) ની સાથે કિસાન સંગઠનોની બેઠક બાદ કિસાન નેતા અભિમન્યુ કોહરે જણાવ્યુ કે, પોલીસે તેમને 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ (Tractor Parade) કાઢવાની મંજૂરી આપી છે. તો સ્વરાજ ઈન્ડિયાના યોગેન્દ્ર યાદવ (Yogendra Yadav) એ કહ્યુ કે, ટ્રેક્ટર રેલી શાંતિથી અને ઐતિહાસિક હશે. યાદવે કહ્યુ, 26 જાન્યુઆરીએ કિસાન ગણતંત્ર પરેડ કાઢવામાં આવશે. બેરિકેટ્સ હટાવી દેવામાં આવશે અને અમે દિલ્હીમાં પ્રવેશ કરીશું. રૂટને લઈને સહમતિ બની ચુકી છે. 

— ANI (@ANI) January 23, 2021

યાદવે કહ્યુ કે, કિસાનોની પરેડ શાંતિપૂર્ણ અને ઐતિહાસિક હશે. તેમણે કહ્યું, અમે અમારી ઐતિહાસિક અને શાંતિપૂર્ણ પરેડને કાઢીશું. તેની રિપબ્લિક ડે પરેડ કે સુરક્ષા વ્યવસ્થા પર કોઈ અસર થશે નહીં. 

બીજીતરફ ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરનામ સિંહ ચડુનીએ કિસાનોને પરેડ દરમિયાન શાંતિ રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, હું આ પરેડમાં ભાગ લેનારા કિસાનોને અપીલ કરુ છું કે તે નિયમમાં રહેશે અને કમિટી તરફથી જે દિશાનિર્દેશ આપવામાં આવશે તેનું પાલન કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news