Shivsena on Congress: કોંગ્રેસની હાલ ચારેબાજુથી સ્થિતિ ખૂબ જ કપરી છે, એક બાજુ પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ હારશે, હવે આજ દિશામાં શિવસેનાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે અને જણાવ્યું છે કે પાર્ટી હાલત વાદળ ફાટવા જેવી થઈ ગઈ છે. કેન્દ્ર અને અનેક રાજ્યોમાં ડૂબતી નૈયાના કારણે કોંગ્રેસને તેમની જ સહયોગી પાર્ટી તરફથી નિંદાનો સામનો કરવો પડી રહ્યો છે. શિવસેનાએ 21 મે 2022ના રોજ પોતાના મુખપત્ર સામના માં રાહુલ ગાંધીની પાર્ટી પર નિશાન સાંઘતા સખત શબ્દોમાં પાર્ટી વિશે નિવેદન આપ્યું છે. અખબારમાં સુનીલ જાખડ અને હાર્દિક પટેલે કોંગ્રેસ છોડવા પર ટિપ્પણી કરી છે અને સાથે શિવસેનાએ પોતાની સહયોગી પાર્ટીને આ બન્ને દિગ્ગજ નેતાઓના રાજીનામા બાદ ચિંતન કરવાની સલાહ આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'કોંગ્રેસની હાલત વાદળ ફાટવા જેવી'
શિવસેનાના 'સામના' માં પોતાના તંત્રીલેખમાં જણાવ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીની હાલત વાદળ ફાટવા જેવી થઈ ગઈ છે. પૈબંધ પણ ક્યાં લગાવવો? પંજાબમાં કોંગ્રેસના નેતા સુનીલ જાખડ અને ગુજરાતમાંથી હાર્દિક પટેલે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. રાજસ્થાનમાં કોંગ્રેસની ચિંતન શિવિર પુરી થઈ ગઈ છે. આ ચિંતન શિવિર પુરી થતાં જ કોંગ્રેસમાં રાજીનામાનો સિલસિલો ચાલું થયો. છેલ્લા કેટલાંક સમયથી કોંગ્રેસ માટે 'સ્ટેમ્પીડ'નો મુદ્દો નવો રહ્યો નથી, પરંતુ સોનિયા ગાંધીથી લઈને રાહુલ ગાંધી સુધી દરેકે કોંગ્રેસને પુનર્જીવિત કરવા માટે 'અવાજ' ઉઠાવી રહ્યા છે. તે સમયે પાર્ટીમાં રિસામણા શરૂ થવા એ ચિંતાજનક છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube