મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra સરકારના સામાજિક ન્યાય મંત્રી અને એનસીપી (NCP) નેતા ધનંજય મુંડે (Dhananjay Munde) પર મુંબઈની એક પ્લેબેક સિંગરે રેપનો આરોપ લગાવ્યો છે અને કેસ દાખલ કર્યો છે. જો કે એનસીપી નેતાએ આ આરોપો સદંતર ફગાવી દીધા છે અને કહ્યું કે આ તેમને બદનામ કરવાની કોશિશ છે. 
Corona Update: રસીકરણ શરૂ થતા પહેલા સામે આવી મોટી ગડબડી, જાણો કોરોના લેટેસ્ટ અપડેટ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2006થી શારીરિક શોષણ કરવાનો આરોપ
મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી  ફરિયાદમાં મહિલા સીંગરે ધનંજય મુંડે પર વર્ષ 2006માં શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત મહિલાએ આરોપ લગાવ્યો છે કે બોલીવુડમાં તક અપાવવાના નામે એનસીપી નેતાએ જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. 


મહિલા સિંગરે લગાવ્યો વીડિયો બનાવવાનો આરોપ
મહિલા સીંગરે પોતાની ફરિયાદમાં કહ્યું કે, 'મારી બહેનના વરાષ 1998માં ધનંજય મુંડે સાથે પ્રેમ વિવાહ થયા હતા. વર્ષ 2006માં મારી બહેન ડિલિવરી બાદ જ્યારે ઈન્દોર ગઈ હતી ત્યારે તેને ખબર હતી કે હું ઘર પર એકલી છું, અને તે કોઈ પણ જાણ કર્યા વગર રાતે ઘરે આવી ગયો અને મારી ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બનાવ્યો. શારીરિક સંબંધ બનાવવા દરમિયાન મારો વીડિયો પણ બનાવી લીધો હતો.'


Farmer Protest: આ 4 દિગ્ગજ હસ્તી પર ખેડૂત આંદોલનનો ઉકેલ લાવવાની છે જવાબદારી, ખાસ જાણો તેમના વિશે વિગતવાર


'બોલીવુડમાં લોન્ચ કરાવવાની લાલચ આપીને કરી જબરદસ્તી'
મહિલાએ આરોપ લગાવ્યો કે, 'ધનંજય મુંડેએ મને કહ્યું કે જો તારે સીંગર બનવું હોય તો હું ફિલ્મી દુનિયાના મોટા મોટા ફિલ્મ નિર્દેશક અને નિર્માતાઓ સાથે મળાવીને બોલીવુડમાં લોન્ચ કરાવી દઈશ. આ વાતની લાલચ આપીને તે મારી સાથે જબરદસ્તીથી મારી ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ સ્થાપિત કર્યો અને સતત મારું શારીરિક શોષણ કરતો રહ્યો. જ્યારે મારી બહેન કોઈ કામ અર્થે બહાર જતી ત્યારે તે મારી સાથે જબરદસ્તીથી શારીરિક સંબંધ બનાવવાની માંગણી કરતો હતો.'


ધનંજય મુંડેએ કરી સ્પષ્ટતા
રેપનો આરોપ લાગ્યા બાદ ધનંજય મુંડેએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી અને કહ્યું કે આ મને બદનામ અને બ્લેકમેલ કરવાની કોશિશ છે. ધનંજય મુંડેએ કહ્યું કે, 'પત્ની ઉપરાંત મારે અન્ય મહિલા સાથે 2003થી મારા સંબંધ હતા. આ વાત મારા પરિવાર અને મારી પત્નીને ખબર હતી. સહમતિના આધાર પર બનેલા આ સંબંધથી મને એક પુત્ર અને એક પુત્રી પણ છે. આ બંને બાળકોને મે મારું નામ પણ આપ્યું છે અને શાળામાં એડમિશનથી માંડીને તમામ દસ્તાવેજોમાં પિતા તરીકે મારું નામ છે. આ  બાળકો મારી સાથે જ રહે છે અને મારા પરિવારમાં પત્ની અને મારા બાળકોએ આ બાળકોને પણ પરિવારના સભ્યો તરીકે સ્વીકાર કર્યો છે.'તેમણે કહ્યું કે જે મહિલા સાથે હું સંબંધમાં હતો, તેની નાની બહેન આરોપ લગાવી રહી છે કે મે લગ્નનું વચન આપીને તેનો રેપ કર્યો. 


Google Map પર આંધળો ભરોસો કરવો ભારે પડ્યો, એક વ્યક્તિનું મૃત્યુ, ખાસ વાંચો આંખ ઉઘાડનારો કિસ્સો


ભાજપની રાજીનામાની માંગણી
આ સમગ્ર મુદ્દે ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. મહારાષ્ટ્ર ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા ઉમા ખાપરેએ ધનંજય મુંડે પાસેથી રાજીનામું લઈ લેવાની માંગણી કરી છે. આ બાજુ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ કિરિટ સોમૈયા (Kirit Somaiya)એ પણ ધનંજય મુંડે અંગે કહ્યું કે જ્યાં સુધી ધનંજય મુંડે બળાત્કારના આરોપોથી મુક્ત ન થાય ત્યાં સુધી તેમને મંત્રી પદે રહેવાનો કોઈ અધિકાર નથી. તેમના વિરુદ્ધ થયેલી આ ફરિયાદે મહારાષ્ટ્રની અસ્મિતાને ઠેસ પહોંચાડી છે. આ બાજુ  ઉમા ખાપરેએ કહ્યું કે હિન્દુ ધર્મમાં બે પત્નીને અમાન્ય ગણવામાં આવે છે. પરંતુ ધનંજય મુંડેએ બે પત્નીઓ હોવાની વાત સ્વીકારી છે. ધનંજય મુંડે જો રાજીનામું ન આપે તો અમે રસ્તા પર ઉતરીને આંદોલન કરીશું. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube