Farmer Protest: આ 4 દિગ્ગજ હસ્તી પર ખેડૂત આંદોલનનો ઉકેલ લાવવાની છે જવાબદારી, ખાસ જાણો તેમના વિશે વિગતવાર
સુપ્રીમ કોર્ટે ત્રણ નવા કૃષિ કાયદા અંગે સરકાર અને દિલ્હીની સરહદો પર ધરણા ધરી રહેલા ખેડૂત સંગઠનો વચ્ચે ચાલી રહેલા ગતિરોધને ખતમ કરવા માટે મંગળવારે આ કાયદાના અમલીકરણ પર આગામી આદેશ સુધી વચગાળાની રોક લગાવી છે. આ સાથે જ કોર્ટે ખેડૂતોની સમસ્યાઓ પર વિચાર કરવા માટે ચાર સભ્યોની સમિતિ બનાવી છે.
Trending Photos
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) ત્રણ નવા કૃષિ કાયદા (Farm Laws) અંગે સરકાર અને દિલ્હી (Delhi) ની સરહદો પર ધરણા ધરી રહેલા ખેડૂત સંગઠનો (Farmers) વચ્ચે ચાલી રહેલા ગતિરોધને ખતમ કરવા માટે મંગળવારે આ કાયદાના અમલીકરણ પર આગામી આદેશ સુધી વચગાળાની રોક લગાવી છે. આ સાથે જ કોર્ટે ખેડૂતોની સમસ્યાઓ પર વિચાર કરવા માટે ચાર સભ્યોની સમિતિ બનાવી છે. ચીફ જસ્ટિસ એસ એ બોબડે, ન્યાયમૂર્તિ એ એસ બોપન્ના અને ન્યાયમૂર્તિ વી રામાસુબ્રમણિયનની પેનલે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સમિતિ માટે ભૂપિન્દર સિંહ માન, અનિલ ઘનવત, ડો.પ્રમોદ જોશી અને અશોક ગુલાહીના નામોની જાહેરાત કરી. આવામાં તમારા માટે પણ જાણવું જરૂરી છે કે સમિતિમાં સામે આ ચાર હસ્તી કોણ છે.
શેતકારી સંગઠનના અધ્યક્ષ છે અનિલ ઘનવત
શેતકારી સંગઠન (Shetkari Sanghatana)ના અધ્યક્ષ અનિલ ઘનવતને સુપ્રીમ કોર્ટે આ કમિટીના સભ્ય બનાવ્યા છે. તેમણે કહ્યું કે આ કાયદાના માધ્યમથી તેમના સંગઠનોની જૂની માંગણીઓને આંશિક રીતે લાગુ કરાઈ છે અને એવામાં તેમનો પ્રયત્ન હશે કે કાયદામાં સુધારા થાય. જો કે તેમણે કરાર આધારિત ખેતી સહિત અનેક સુધારાનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે અમે કેન્દ્રના આ ત્રણ કાયદાના વખાણ કરતા નથી. શેતકારી સંગઠને સૌથી પહેલા આ સંશોધનો પર ભાર આપ્યો હતો. સમિતિના સભ્ય ઘનવતે કહ્યું કે 'સમિતિમાં મારી ભૂમિકા ખેડૂતોના હિતોની રક્ષા કરવા અને કાયદામાં સુધાર કરવાની હશે.'
કોણ છે અશોક ગુલાટી
કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી 2011-2014 દરમિયાન Commission for Agricultural Costs and Pricesના પ્રમુખ રહ્યાં. આ અગાઉ તેમણે ન્યૂનતમ સમર્થન મૂલ્ય(MSP) અંગે સરકારને સલાહ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ 2001-11 સુધી International Food Policy Research Institute-IFPRI ના નિદેશક પણ રહ્યા હતા. હાલ તેઓ રિઝર્વ બેન્કના કેન્દ્રીય નિદેશક મંડળમાં સામેલ છે.
પ્રમોદ કુમાર જોશીને જાણો
પ્રમોદ કુમાર જોશી International Food Policy Research Institute (IFPRI) દક્ષિણ એશિયાના ડાઈરેક્ટર છે. આ અગાઉ તેઓ ICAR-National Academy of Agricultural Research Management હૈદરાબાદના ડાઈરેક્ટર અને નેશનલ સેન્ટર ફોર એગ્રીકલ્ચર ઈકોનોમિક્સ એન્ડ પોલીસી રિસર્ચના પણ ડાઈરેક્ટર રહી ચૂક્યા છે.
ખેડૂત નેતા છે ભૂપિન્દર સિંહ માન
ખેડૂત નેતા ભૂપિન્દર સિંહ માન ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. આ સંગઠન અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતિમાં સામેલ છે. તેઓ 1990થી 96 સુધી રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. ગત 14 ડિસેમ્બરના રોજ એક નિવેદન બહાર પાડીને કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે માનના નેતૃત્વમાં ખેડૂત નેતાઓએ કાયદાના સમર્થનમાં આવેદન આપ્યું હતું.
કાયદાનું સમર્થન કરનારાઓને સમિતિમાં રાખવા ખોટું-ખેડૂત નેતા
અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ (આઈકેએસસીસી) તરફથી એક નિવેદન બહાર પાડીને કહેવાયું કે, 'એ સ્પષ્ટ છે કે અનેક શક્તિઓ દ્વારા સમિતિની રચનાને લઈને પણ ન્યાયાલયને ગુમરાહ કરવામાં આવી રહી છે. સમિતિમાં એવા લોકો સામેલ છે જેમના વિશે ખબર છે કે તેમણે ત્રણ કાયદાનું સમર્થન કર્યું અને તેની ખુલીને પેરવી પણ કરી હતી.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે