નવી દિલ્હીઃ કિસાનોના પ્રદર્શનને લઈને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે રવિવારે કહ્યું કે, દેશની આઝાદી બાદ પ્રથમવાર આવી 'અહંકારી' સરકાર સત્તામાં આવી છે, જેને અન્નદાતાઓની પીડા દેખાતી નથી. સાથે તેમણે નવા કૃષિ કાયદાને કોઈ શરત વગર તત્કાલ પરત લેવાની માગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ અધ્યક્ષે એક નિવેદનમાં કહ્યું, 'લોકતંત્રમાં જનભાવનાઓની ઉપેક્ષા કરનાર સરકારો અને નેતા લાંબા સમય સુધી શાસન ન કરી શકે. હવે તે ખરેખર સ્પષ્ટ છે કે હાલ કેન્દ્ર સરકારની 'થકાઓ ઔર ભગાઓ'ની નીતિ સામે આંદોલનકારી ધરતી પુત્ર કિસાન મજૂર ઘુંટણ ટેકવાના નથી. 


સોનિયાએ કહ્યું, હજુ પણ સમય છે, મોદી સરકાર સત્તાના અહંકારને છોડી તત્કાત કોઈ શરત વગર ત્રણેય કાયદા પરત લે અને ઠંડી તથા વરસાદમાં જીવ ગુમાવી રહેલા કિસાનોનું આંદોલન સમાપ્ત કરાવે. આ રાજધર્મ છે અને દિવંગત કિસાનો પ્રત્યે સાચી શ્રદ્ધાંજલી પણ. તેમણે કહ્યું કે, (કેન્દ્રની) મોદી સરકારે તે યાદ રાખવું જોઈએ કે લોકતંત્રનો અર્થ જનતા તથા કિસાન-મજૂરોના હિતની રક્ષા કરવો છે. 


ભારતમાં બનેલી વેક્સિન સસ્તી અને સરળ પણ, તો શેની ચિંતા? ડો. ગુલેરિયાએ દૂર કર્યો ભ્રમ  


સોનિયાએ કહ્યું, હું બધા દિવંગત કિસાન ભાઈઓ પ્રત્યે મારી શ્રદ્ધાંજલિ અર્પિત કરતા પ્રભુને તેના પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ પ્રદાન કરવાની પ્રાર્થના કરુ છું. તેમણે કહ્યું, 'આઝાદી બાદ દેશમાં આ પ્રથમ એવી અહંકારી સરકાર સત્તામાં આવી છે જેને દેશનું પેટ ભરનાર અન્નદાતાઓની પીડા અને સંઘર્ષ દેખાતા નથી. તેમણે આરોપ લગાવ્યો, મને લાગે છે કે ગણ્યાગાંઠ્યા ઉદ્યોગપતિ અને તેનો નફો નક્કી કરવો આ સરકારનો મુખ્ય એજન્ડો બનીને રહી ગયો છે.'


ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરતા આરોપ લગાવ્યો છે કે કાળા કાયદા કૃષિ અને કિસાનોને બરબાદ કરી દેશે. કોંગ્રેસ આ કાયદા વિરુદ્ધ કિસાનોના આંદોલનનું સમર્થન પણ કરી રહી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube