કોરોના વેક્સિનને મંજૂરીઃ એમ્સના ડાયરેક્ટર બોલ્યા- દેશ માટે મહત્વનો દિવસ, નવા વર્ષની સારી શરૂઆત

એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોવેક્સીન અને કોવિશીલ્ડ આ બંન્ને કોરોના વેક્સિનને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાથી મંજૂરી મળવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ દેશ માટે મહત્વનો દિવસ છે. 
 

કોરોના વેક્સિનને મંજૂરીઃ એમ્સના ડાયરેક્ટર બોલ્યા- દેશ માટે મહત્વનો દિવસ, નવા વર્ષની સારી શરૂઆત

નવી દિલ્હીઃ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ બે વેક્સિન સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનને ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. તેના પર એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ ખુશી વ્યક્ત કરતા કહ્યુ કે, આ ભારત માટે મહત્વનો દિવસ છે. તેમણે વેક્સિનની સુરક્ષા પર સવાલ ઉઠાવનારના જવાબમાં કહ્યુ કે, આપણે તેની ચિંતા ન કરવી જોઈએ કારણ કે વેક્સિન ઘણા તબક્કામાંથી પસાર થાય છે. 

ગુલેરિયાએ કહ્યુ, 'આ આપણા દેશ માટે મહત્વનો દિવસ છે સાથે નવા વર્ષની સારી શરૂઆત પણ છે. બંન્ને વેક્સિન ભારતમાં બની છે. તે સસ્તી પણ છે અને તેને લગાવવી સરળ છે. આપણે જલદી આ બંન્ને વેક્સિનને લોન્ચ કરી દેવી જોઈએ.'

'સુરક્ષા પર સમજુતિ નહીં'
વેક્સિન કેટલી સુરક્ષિત છે, આ પ્રકારના સવાલો પર ગુલેરિયાએ કહ્યુ, 'તે સમજવુ જરૂરી છે કે જ્યારે અમે કોઈ વેક્સિન પર વિચાર કરીએ તો સુરક્ષા સર્વોપરિ છે. તેથી વેક્સિન વિભિન્ન તબક્કામાંથી પસાર થાય છે જેથી નક્કી કરી શકાય કે તે સુરક્ષિત છે. ત્યારબાદ હ્યૂમન ટ્રાયલ તરફ આવીએ છીએ. નિષ્ણાંત તમામ આંકડાની તપાસ કરે છે ત્યારબાદ વેક્સિનને મંજૂરી આપવામાં આવે છે.'

'ભારત બાયોટેકની વેક્સિન છે બેકઅપ'
બંન્ને વેક્સિનનો કઈ રીતે ઉપયોગ થશે તેના પર ગુલેરિયાએ કહ્યુ, 'ઇમરજન્સી સ્થિતિમાં જો અચાનક કેસ વધે છે અને રસીકરણની જરૂર પડે છે તો ભારત બાયોટેકની વેક્સિનનો ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય જો આપણને સીરમ ઈન્સ્ટિટ્યૂટની વેક્સિનની ક્ષમતા પર જરા શંકા થઈ તો તેના બેકઅપ તરીકે પ્રયોગ કરવામાં આવશે.'

હજુ યથાવત રહેશે આગળની ટ્રાયલ
આગળની રણનીતિ પર ચર્ચા કરતા ગુલેરિયાએ કહ્યુ, 'મંજૂરી આપતા સમયે વાયરસના વિવિધ સ્ટ્રેનને ધ્યાનમાં રાખતા ઇમરજન્સી સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે તેની ટ્રાયલ યથાવત રહેશે, જેથી આંકડા મળતા રહેશે. એકવાર આ આંકડા આવી ગયા તો અમે વેક્સિન કેટલી સુરક્ષિત છે અને અસરકારક છે તેના પર વધુ વિશ્વાસથી વાત કરી શકીશું.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news