નવી દિલ્હી: શું કોરોનાની બીજી લહેર દરમિયાન એપ્રિલ-મે મહિનામાં ઓક્સિજનની કમીથી દેશમાં લોકોના મોત થયા હતા. રાજ્ય સરકારોનું માનીએ તો તેનો અર્થ ના છે એટલે કે પ્રદેશોમાં ઓક્સિજનની અછતથી કોઈ મોત થયા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટાભાગના રાજ્યોએ ઓક્સિજનની અછત પર મૌન ધારણ કર્યું
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ દાવો કર્યો છે. તેમણે આજે દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે રાજ્ય સરકારોને પૂછવામાં આવ્યું હતું કે શું તેમના ત્યાં ઓક્સિજનની કમીથી કોઈ મોત થયુ? આ સવાલના જવાબમાં અત્યાર સુધીમાં જેટલા પણ રાજ્યોએ જવાબ મોકલ્યા છે તેમાંથી ફક્ત એક રાજ્ય પંજાબે જ સ્વીકાર્યું છે કે તેમના ત્યાં ઓક્સિજનની કમીથી એક સસ્પેક્ટ ડેથ થઈ છે. 


કોરોનાની બીજી લહેરમાં વિપક્ષે મચાવ્યો હતો હોબાળો
લવ અગ્રવાલે કહ્યું કે બાકી કોઈ રાજ્ય સરકારે માન્યુ નથી કે તેમના ત્યાં ઓક્સિજનની કમીથી કોઈ દર્દીનું મોત થયું. તેનો અર્થ એ થયો કે તેઓ કહી રહ્યા છે કે તેમના ત્યાં ઓક્સિજનની કોઈ અછત નહતી. અત્રે જણાવવાનું કે એપ્રિલ-મે મહિનામાં કોરોના મહામારીની બીજી લહેર પીક પર હતી. તે દરમિયાન હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની ભારે અછત સર્જાઈ હતી. જેના કારણે અનેક દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા પડ્યા. આ મુદ્દે તે વખતે વિપક્ષી નેતાઓએ ખુબ હંગામો મચાવ્યો હતો. પરંતુ હવે પોતાના રિપોર્ટમાં આ મુદ્દે મૌન ધારણ કરી લેવાથી કેન્દ્ર સરકાર પણ ચોંકી છે. 


OBC અનામત પર સરકારને મળ્યો વિપક્ષનો 'પૂરેપૂરો સાથ'!, લોકસભામાં Constitution Amendment Bill પાસ


સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં કોરોનાના સક્રિય કેસ હવે 4 લાખથી પણ ઓછા થઈ ગયા છે. હાલ દેશમાં 3 લાખ 88 હજાર 508 સક્રિય કેસ છે. દેશમાં અત્યારે રિકવરી રેટ વધીને 97.45 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 28204 નવા કેસ નોંધાયા. 


સૌથી વધુ કેરળમાં ફેલાઈ રહ્યો છે કોરોના
તેમણે જણાવ્યું કે દેશના 37 જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં સૌથી વધુ કેરળના 11 જિલ્લા સામેલ છે. ગત અઠવાડિયે 51.51 ટકા કેસ કેરળથી રિપોર્ટ થયા છે. લવ અગ્રવાલે કહ્યું કે બધાએ એ વાત સમજવાની જરૂર છે કે કોરોનાની બીજી લહેર આવવી કોઈ મોટો ઈશ્યુ નથી. તેનું ફેલાઈ જવું મોટો મુદ્દો છે. આથી બધા સુરક્ષા વર્તતા રહો અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગમાં ઢીલ ન મૂકો. 


NASA IPCC Report: 2100 સુધીમાં પાણીમાં ગરકાવ થઈ જશે ભારતના આ 12 શહેર!, જાણો કારણ


નીતિ આયોગના સભ્ય ડો. વી કે પોલે કહ્યું કે બૂસ્ટર ડોઝ પર negvac માં ચર્ચાક રાઈ છે. જેના પર જલદી નિર્ણય લેવાશે. તેમણે કહ્યું કે હાલ દુનિયામાં ડેલ્ટા વેરિએન્ટ સૌથી વધુ જોખમી બનીને ઊભર્યો છે. તેનો એટેક રેટ વધુ છે. આ વેરિઅન્ટથી સંક્રમિત વ્યક્તિ અનેક લોકોને બીમાર કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube