Joshimath and Badrinath: ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી પડવાના કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. 500થી વધુ ઘરોમાં મોટી મોટી તિરાડ પડી ગઈ છે. લોકો ડરેલા છે અને રાતભર ઉજાગરા  કરીને રસ્તાઓ પર રહે છે. બુધવારે રાતે લોકોએ મશાલ રેલી કાઢી. જોશીમઠમાં ચોંકાવનારી ઘટનાઓ ઘટી રહી છે. રસ્તાઓ ધસી પડ્યા બાદ ત્યાંથી પાણીની ધાર થઈ રહી છે. પાણીની ધાર પણ ડરાવનારી છે. પાણીની સાથે માટી આવી રહી છે  જે ડર વધારી રહી છે. એવું કહેવાય છે કે અનેક જગ્યાઓ પર વીજળીના થાંભલા વાંકા થઈ ગયા છે. એવું લાગી રહ્યું છે કે પહાડ નીચેની બાજુ ધસી રહ્યો છે. ખતરાને જોતા પાંચ પરિવારને નગર પાલિકા ગેસ્ટ હાઉસમાં શિફ્ટ કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે દંતકથા?
જોશીમઠમાં થઈ રહેલા ભૂસ્ખલનને એક દંતકથા સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. વાત જાણે એમ છે કે જોશીમઠમાં જ બદ્રીનાથ મંદિર છે. જનશ્રુતિઓમાં કહેવાય છે કે અહીં એક મંદિરમાં નૃસિંહ ભગવાનની જમણી ભૂજાના સતત પાતળા થવાનો દાવો કરાય છે અને કહેવાય છે કે જ્યારે આ બાજુ કપાઈને પડી જશે ત્યારે બદ્રીનાથ લુપ્ત થઈ જશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મૂર્તિમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. દાવો કેદારખંડના સનતકુમાર સંહિતા મુજબ કરવામાં આવ્યો છે કે એક દિવસ બદ્રીનાથ ધામ લુપ્ત  થઈ જશે. 


'કોરોનાના કારણે દેશમાં લાગશે લોકડાઉન', જાણો આ વાયરલ દાવાની સચ્ચાઈ


અંજલીનું માથું ફાટવાની સાથે હાડકાં આવી ગયા હતા બહાર, શરીરનું દરેક અંગ હતું લોહીલુહાણ


ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે આ નેતાનું નામ સૌથી આગળ, ગુજરાત સાથે છે કનેક્શન


નૃસિંહ મંદિર વિશે કહેવાય છે કે તે 1200 વર્ષ કરતા વધુ વર્ષ જૂનું છે. આદિગુરુ શંકરાચાર્યએ જોશીમઠમાં જ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને પછી નૃસિંહ મૂર્તિની સ્થાપના કરી હતી. એવું કહેવાય છે કે નૃસિંહની આ મૂર્તિનું નિર્માણ આઠમી શતાબ્દીમાં કાશ્મીરના રાજા લલિતાદિત્યએ કરાવ્યું હતું. એવું પણ કહેવાય છે કે આ મૂર્તિ બનાવવામાં નથી આવી પરંતુ ખોદકામમાં મળી આવી છે. જનશ્રુતિઓમાં કહેવાય છે કે જ્યારે બદ્રીનાથ ધામ લુપ્ત થઈ જશે ત્યારે જોશીમઠથી 25 કિમી દૂર સ્થિત  ભવિષ્ય બદ્રીમાં લોકો ભગવાન નારાયણના દર્શન કરશે. જો કે આ વાત લોકોમાં ચર્ચાતી રહે છે. જોશીમઠમાં થઈ રહેલી ઘટનાઓને તેની સાથે ફક્ત જોડવામાં આવી રહી છે. વૈજ્ઞાનિકોએ આવી કોઈ ભવિષ્યવાણી કરી નથી. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube