SC એ હાઈકોર્ટનો આદેશ પલટી નાખ્યો, સરકારી નોકરીઓમાં 58% અનામત પર લાગેલી રોક હટાવી
સુપ્રીમ કોર્ટે આ રાજ્ય સરકારને મોટી રાહત આપી છે. સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થામાં 58 ટકા અનામત લાગૂ કરવાના મામલે આ રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આ અનામત પર લાગેલી રોક હટાવી દીધી છે.
છત્તીસગઢ સરકારને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થામાં 58 ટકા અનામત લાગૂ કરવાના મામલે આ રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આ અનામત પર લાગેલી રોક હટાવી દીધી છે. કોર્ટના આ નિર્ણય બાદ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રદેશમાં ભરતી 58 ટકા અનામતના આધારે થઈ શકશે.
વાત જાણે એમ છે કે આ અગાઉ છત્તીસગઢ હાઈકોર્ટે અનાતનો દાયરો વધારીને 58 ટકા કરવાના ભૂપેશ બઘેલ સરકારના નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને તેના પર રોક લગાવી હતી. જો કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ આદેશને પલટી નાખ્યો છે. આવામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે ભરતીમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે.
અત્રે જણાવવાનું કે છત્તીસગઢ સરકારે વર્ષ 2012માં અનામતનો દાયરો વધારતા અનુસૂચિત જનજાતિને 32 ટકા, 12 ટકા અનુસૂચિત જાતિ અને 14 ટકા અન્ય પછાત જાતિઓને અનામત આપવાની જોગવાઈ કરી હતી. જો કે છત્તીસગઢ હાઈકોર્ટે 19 ફેબ્રુઆરીના રોજ પોતાના આદેશમાં રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 58 ટકા અનામતને ગેરબંધારણીય ગણાવી હતી.
મોદી સરકારની પાકિસ્તાની આતંકીઓ પર 'ડિજિટલ સ્ટ્રાઈક', અનેક એપ પર પ્રતિબંધ
ભાજપે બહાર પાડ્યું ઘોષણા પત્ર, સરકાર બનશે તો લોકોને આપશે આટલી 'રિટર્ન ગિફ્ટ'
ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારા માટે ખરાબ સમાચાર, ચૂકવવા પડશે વધુ રૂપિયા, જાણો કારણ
2012માં છત્તીસગઢ સરકારે અનુસૂચિત જનજાતિની અનામતને 20 ટકાથી વધારીને 32 ટકા કરી હતી. આવામાં કુલ અનામત 50 ટકાથી વધીને 58 ટકા થઈ હતી. છત્તીસગઢ સરકારે આદિવાસીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને સેવા ભરતીમાં અનામતના કાયદામાં સંશોધન દ્વારા વધારો કર્યો હતો. જો કે હાઈકોર્ટે આ નિર્ણય રદ કર્યો હતો. આ નિર્ણય વિરુદ્ધ ભૂપેશ બઘેલ સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. સરકાર ઉપરાંત અનેક આદિવાસી સંગઠનોએ પણ અરજી દાખલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube