શિક્ષણ અને નોકરી ક્ષેત્રે મરાઠા અનામત ગેરબંધારણીય: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે શિક્ષણ અને નોકરીના ક્ષેત્રમાં મરાઠા અનામતને ગેરબંધારણીય ગણાવી છે. કોર્ટના ચુકાદા મુજબ હવે કોઈ પણ નવા વ્યક્તિને મરાઠા અનામતના આધારે કોઈ નોકરી કે કોલેજમાં સીટ મળી શકશે નહીં.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત પર ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું કે અનામત માટે 50 ટકા ની નિર્ધારિત મર્યાદાનો ભંગ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે શિક્ષણ અને નોકરીના ક્ષેત્રમાં મરાઠા અનામતને ગેરબંધારણીય ગણાવી છે. કોર્ટના ચુકાદા મુજબ હવે કોઈ પણ નવા વ્યક્તિને મરાઠા અનામતના આધારે કોઈ નોકરી કે કોલેજમાં સીટ મળી શકશે નહીં. સુપ્રીમના આ ચુકાદા બાદ હવે રાજ્ય સરકાર એક્શનમાં છે. હાલ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સરકારી નિવાસ સ્થાન વર્ષા પર ઈમરજન્સી બેઠક ચાલુ છે. જેમાં આગામી પગલાં પર વિચાર થઈ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે મરાઠા સમુદાયને કોટા માટે સામાજિક, શૈક્ષણિક રીતે પછાત જાહેર કરી શકાય નહીં. તે 2018 મહારાષ્ટ્ર રાજ્ય કાયદા સમાનતાના અધિકારનો ભંગ કરે છે. કોર્ટે કહ્યું કે અમે 1992ના ચુકાદાની ફરીથી સમીક્ષા કરીશું નહીં. જેમાં અનામતના કોટા 50 ટકા પર રોક લગાવવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની પેનલે આ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મરાઠા અનામત 50 ટકાની મર્યાદાનો ભંગ છે. કોર્ટના આ ચુકાદાથી પીજી મેડિકલ પાઠ્યક્રમમાં અગાઉ કરાયેલા પ્રવેશ યથાવત રહેશે, પહેલાની કોઈ પણ નિયુક્તિઓમાં છેડછાડ કરાશે નહીં. એટલે ેક પહેલાના પ્રવેશ અને નિયુક્તિઓ પર તેની અસર પડશે નહીં.
TMC Chief Mamata Banerjee એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લીધા, PM મોદીએ પાઠવી શુભેચ્છા
પાંચ જજોએ ત્રણ અલગ અલગ ચુકાદા આપ્યા. પરંતુ બધાએ સ્વીકાર્યું કે મરાઠા સમુદાયને અનામત આપી શકાય નહીં. અનામત 50 ટકાથી વધુ હોઈ શકે નહીં. અનામત ફક્ત પછાત વર્ગના લોકોને આપવામાં આવે છે. મરાઠા આ કેટેગરીમાં આવતા નથી. રાજ્ય સરકારે ઈમરજન્સી ક્લોઝ હેઠળ અનામત આપી હતી, પરંતુ ત્યાં કોઈ ઈમરજન્સી હતી નહીં.
અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટની આ બંધારણીય પેનલમાં ન્યાયમૂર્તિ અશોક ભૂષણ ઉપરાંત ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ, ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીર, ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા અને ન્યાયમૂર્તિ એસ રવિન્દ્ર ભટ્ટ સામેલ છે.
કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓએ આ દવા ન લેવી જોઈએ, ઓક્સિજન લેવલ ઓછું થઈ શકે છે
શું છે અનામતનું ગણિત
વિભિન્ન સમુદાયો તથા આર્થિક રીતે નબળા લોકોને અપાયેલી અનામત મળીને મહારાષ્ટ્રમાં લગભગ 75 ટકા અનામત થઈ ગઈ છે. 2001ના રાજ્ય અનામત અધિનિયમ બાદ મહારાષ્ટ્રમાં કુલ અનામત 52 ટકા હતી. 12-13 ટકા મરાઠા કોટા સાથે રાજ્યમાં કુલ અનામત 64-65 ટકા થઈ ગઈ હતી. કેન્દ્ર દ્વારા 2019માં જાહેર આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા કોટા પણ રાજ્યમાં પ્રભાવી છે.
Corona Update: કોરોનાના નવા કેસમાં વળી પાછો તોતિંગ વધારો, 3700થી વધુ લોકોના મોત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube