નવી દિલ્હીઃ મસ્જિદમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધને ગેરકાયદે અને ગેરબંધારણિય જાહેર કરવાની માગની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધિશ જસ્ટિસ રંજન ગોગોઈએ હિન્દુ મહાસભાની અરજીને એમ કહીને ફગાવી દીધી કે, પહેલા આ પ્રકારની માગ સાથે કોઈ મુસ્લિમ મહિલાને આગળ આવવા દો, પછી અમે વિચાર કરીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્વોચ્ચ અદાલતની બેન્ચે કહ્યું કે, આ બાબત સાથે તમારો કોઈ સંબંધ નથી. આ અગાઉ સર્વોચ્ચ અદાલત મસ્જિદમાં નમાજની મંજૂરી માટે મહારાષ્ટ્રના મુસ્લિમ દંપતિની અરજી સ્વીકારી ચૂકી છે. હિન્દુ મહાસભાએ કેરળ હાઈકોર્ટના એ ચૂકાદાને સુપ્રીમમાં પડકાર્યો હતો, જેમાં આ માગણીને ફગાવી દેવાઈ હતી. 


અરજીમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ માગણી કરાઈ હતી કે, તે આ અંગે વિશેષ આદેશ બહાર પાડે. અરજીમાં કહેવાયું હતું કે, મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ તેમના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. 


અલીગઢમાં મુસ્લિમ મહિલાએ BJPની સદસ્યતા લીધી તો મકાન માલિક ભડકી ગયો, ઘર ખાલી કરાવ્યું


ઉલ્લેખનીય છે કે, આવી જ એક અરજી પર ઓગસ્ટ, 2016માં બોમ્બે હાઈકોર્ટે મહિલાઓને મુંબઈની પ્રખ્યાત હાજી અલી દરગાહની મજાર સુધી જવા પર લાગેલા પ્રતિબંધને દૂર કરવાનો આદેશ આપ્યો હતો. એ સમયે હાઈકોર્ટે જણાવ્યું હતું કે, મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ એ બંધારણમાં આપવામાં આવેલા તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. 


હાઈકોર્ટના આ ચૂકાદા સામે દરગાહ ટ્રસ્ટ તરફથી સર્વોચ્ચ અદાલતમાં અરજી કરાઈ હતી. જોકે, સર્વોચ્ચ અદાલતે પણ હાઈકોર્ટના ચૂકાદાને યથાવત રાખ્યો હતો. ત્યાર પછી મહિલાઓએ પ્રથમ વખત હાજી અલી દરગાહના અંદરના ભાગમાં પ્રવેશ કર્યો હતો. 


ઉલ્લેખનીય છે કે, મહિલાઓની તરફેણમાં અનેક ચૂકાદા આવ્યા પછી હવે મુસ્લિમ મહિલાઓ માટે પણ મસ્જિદમાં નમાજ પઢવાની મંજૂરી આપવાની માગ વધવા લાગી છે. સબરીમાલા મંદિર અંગે સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી કેરળમાં મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ માટે હિન્દુ મહાસભા તરફથી એક અરજી દાખલ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે જ કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં તમામ વયજૂથની મહિલાઓને પ્રવેશ આપવાની મજૂરી આપી ચૂકી છે. જોકે, દક્ષિણપંથી સંગટનો અને રાજ્યમાં આ આદેશનો વિરોધ ચાલુ છે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....