અલીગઢમાં મુસ્લિમ મહિલાએ BJPની સદસ્યતા લીધી તો મકાન માલિક ભડકી ગયો, ઘર ખાલી કરાવ્યું

અલીગઢના દેહલીગેટ પોલીસ સ્ટેશનની હદમાં રહેતી મુસ્લિમ મહિલાને ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા લેવાનું અને મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ લેવાનો અને ગુણગાન ગાવા ભારે પડી ગયાં.

Updated By: Jul 8, 2019, 09:51 AM IST
અલીગઢમાં મુસ્લિમ મહિલાએ BJPની સદસ્યતા લીધી તો મકાન માલિક ભડકી ગયો, ઘર ખાલી કરાવ્યું

અલીગઢ: અલીગઢના દેહલીગેટ પોલીસ સ્ટેશનની હદમાં રહેતી મુસ્લિમ મહિલાને ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા લેવાનું અને મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ લેવાનો અને ગુણગાન ગાવા ભારે પડી ગયાં. અલીગઢમાં ભાડાના ઘરમાં રહેતી મહિલાને દબંગ મકાનમાલિકે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરીને ઘરમાંથી કાઢી મૂકી. 

પીડિત મહિલાએ પોલીસમાં જઈને ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા મકાન માલિકના પુત્ર સલમાનની ધરપકડ કરી છે. કહેવાય છે કે પરિવારના અન્ય સભ્યો ઘર છોડીને ભાગી ગયા છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

મોદી સરકાર 2.0નો નારો બધાનો સાથ, બધાનો વિકાસ, બધાનો વિશ્વાસ ભલે મુસ્લિમ મહિલાઓને તેમના હક અપાવવામાંને ઈને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો હોય પરંતુ અલીગઢમાં એક મુસ્લિમ મહિલાને કેન્દ્રની મોદી સરકારની યોજનાઓના ગુણગાન ગાવા અને લાભ લેતા ભાજપની મહિલા મોરચામાં સદસ્યતા લેવાનું ભારે પડી ગયું. 

વાત જાણે એમ હતી કે હાલમાં જ શરૂ થયેલા ભાજપના દેશવ્યાપી સદસ્યતા અભિયાન હેઠળ અલીગઢની મુસ્લિમ મહિલા ગુલિસ્તાનાએ પણ ભાજપની સદસ્યતા લીધી. તેના સદસ્યતા લેવાના કાર્યક્રમની તસવીરો અખબારમાં અને સોશિયલ મીડિયામા પ્રકાશિત થઈ. પરંતુ આ ફોટાના જોઈને તેનો મકાન માલિક ભડકી ગયો. 

જુઓ LIVE TV

ગુલિસ્તાનાના જણાવ્યાં મુજબ મકાન માલિકે ભાજપની સદસ્યતાનો ફોટો દેખાડીને અપશબ્દો બોલતા ઘરમાંથી કાઢી મૂકી. પીડિત મુસ્લિમ મહિલાએ  દેહલીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને ન્યાય માટે ગુહાર લગાવી છે. આ બાજુ ગુલિસ્તાને મહિલા મોરચામાં સામેલ કરનારા ભાજપના મહાવીર ગંજ મંડળ મંત્રી મહિલા મોરચા રૂબિયા આસિફ ખાને તેની મદદ કરતા વિસ્તૃત જાણકારી પણ આપી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...