મુંબઇ: બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court)એ ગુરૂવારે કહ્યું કે તે આશા રાખે છે કે મીડિયા સંગઠન અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની મોતના કેસ મુદ્દે તપાસ વિશે કોઇપણ વિવરણ પ્રકાશિત અથવા રિપોર્ટિંગ કરતી વખતે સંયમ વર્તે. જસ્ટિસ એ એ સૈયદ અને જસ્ટિસ એસ પી તાવડેની એક ખંડપીઠે કહ્યું કે મીડિયાને આ પ્રકારે રિપોર્ટ કરવો જોઇએ કે આ તપાસમાં વિઘ્ન ન બને.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટ તે બે અરજીઓની સુનાવણી કરી હતી જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજપૂતના મામલે 'મીડિયા ટ્રાયલ' ચાલી રહી છે અને તેને રોકવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. તેમાં એક અરજી મુંબઇ પોલીસ વિરૂદ્ધ 'અનુચિત, દુર્ભાવનાપૂર્ણ અને ખોટા મીડિયા અભિયાન' ચલાવવા વિરૂદ્ધ આઠ પૂર્વ આઇપીએસ અધિકારીઓને દાખલ કરી છે. 

સુશાંત સિંહ રાજપૂત પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


અરજીકર્તાઓમાં પૂર્વ પોલીસ મહાનિર્દેશક એમ એન સિંહ, પી એસ પસરીચા, કે સુબ્રમણ્યમ, ડી શિવાનંદન, સંજીવ દયાળ અને સતીશ માથુર, ભૂતપૂર્વ એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ પી રઘુવંશી અને મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર ડી એન જાધવ સામેલ છે. 


એક અન્ય અરજી ફિલ્મ નિર્માતા નીલેશ નવલખા અને બે અન્યએ દાખલ કરી છે જેમણે કેસમાં સનસનીખેજ રિપોર્ટિંગ ન કરવા માટે મીડિયા સંગઠનોના નિર્દેશ આપવાનો અનુરોધ કર્યો છે. 


કોર્ટે કહ્યું કે 'અમે આગ્રહ અને આશા રાખીએ છીએ કે મીડિયા સંગઠન રાજપૂતના મોતના મામલે કેસ વિશે કોઇપણ વિવરણ પ્રકાશિત અથવા રિપોર્ટિંગ કરતી વખતે સંયમ વર્તો અને મીડિયાને આ પ્રકારે રિપોર્ટ કરવી જોઇએ કે આ તપાસમાં વિધ્ન ન બને. 


પીઠે કહ્યું કે કેસમાં આગળની સુનાવણી પહેલાં તે જોવા માંગશે કે કેન્દ્ર સરકાર અને કેસની તપાસ કરી રહેલી સીબીઆઇ આ અરજીઓના જવાબમાં શું કહેવું છે. હાઇકોર્ટએ અરજીની આગામી સુનાવણી તારીખ 10 સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube