નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોત મામલે રિયા ચક્રવર્તીની સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં અરજી પર મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમમાં જવાબ દાખલ કર્યો. મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government)  સીબીઆઈ તપાસનો પૂરજોશમાં વિરોધ કર્યો અને કહ્યું કે મુંબઈ પોલીસે 56 લોકોના નિવેદન નોંધી લીધા છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે બિહાર પોલીસના આઈપીએસ અધિકારીને ક્વોરન્ટાઈન કરવા પડ્યા કારણ  કે સરકારી ગાઈડલાઈન છે કે એરપોર્ટ પર બીજા રાજ્યમાંથી આવતા લોકોને ઓછામાં ઓછા સાત દિવસ માટે ક્વોરન્ટાઈન કરવા જરૂરી છે. નહીં તો તે સરકારી નિયમો અને આફત કાયદાનો ભંગ હોત. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિયા ચક્રવર્તીના ભાઈની EDએ કરી 18 કલાક 'મેરેથોન' પૂછપરછ, જાણો વિગતો


મહારાષ્ટ્ર સરકારે બિહાર સરકાર પર લગાવ્યાં આરોપ
મહારાષ્ટ્ર સરકારે બિહાર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતના નિધનના 38 દિવસ બાદ સુશાંતના પિતાએ પટણામાં એફઆઈઆર નોંધાવી છે. જ્યારે મોતની જગ્યા અને આ ઘટના સંબંધિત તમામ લોકો, તથ્ય અને પુરાવા મુંબઈ સંબંધિત છે. આમ છતાં એફઆઈઆર પટણામાં નોંધાઈ છે જે કાયદા સંગત નથી. 


સરકારે કહ્યું કે સુશાંત કેસની તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે. તો પણ તેમણે એફઆઈઆર નોંધાવવા માટે મુંબઈ પોલીસને આગ્રહ કર્યો નહીં અને બિહારમાં પટણામાં જઈને એફઆઈઆર નોંધાવી દીધી. જો બિહાર પોલીસે એફઆઈઆર નોંધવી પણ હતી તો તેઓ ઝીરો એફઆઈઆર દાખલ કરત અને ત્યારબાદ તેને તપાસ માટે મુંબઈ પોલીસ પાસે મોકલત, પરંતુ બિહાર પોલીસે કાયદાનું યોગ્ય રીતે પાલન કર્યું નથી.


Sushant Singh Rajputના ન્યાય માટે અમેરિકામાં ઉઠ્યો અવાજ, રસ્તા પર જોવા મળ્યા બોર્ડ


મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે આ મામલે બિહાર સરકારે નિયમો વિરુદ્ધ જઈન કામ કર્યું છે. મહારાષ્ટ્ર સરકાર ઉપરાંત સુશાંતના પિતાએ પણ પોતાનો જવાબ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે. 


સુશાંતના પિતાએ જે જવાબ દાખલ કર્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે સિદ્ધાર્થ પિઠાની પહેલેથી રિયાથી પ્રભાવિત છે. આ સાથે જ કેકે સિંહએ તપાસમાં સહયોગ ન કરવા, કાર્યવાહી ન કરવા અને તપાસમાં વિધ્નો નાખવા બદલ મુંબઈ પોલીસની ટીકા કરી છે. આ મામલે આગામી સુનાવણી મંગળવારે થશે. 


જુઓ LIVE TV


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube