રિયા ચક્રવર્તીના ભાઈની EDએ કરી 18 કલાક 'મેરેથોન' પૂછપરછ

બોલિવૂડ એક્ટ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યા કેસમાં મહત્વની કડી રિયા ચક્રવર્તીનું નામ હવે મુખ્ય આરોપી તરીકે સામે આવી રહ્યું છે. આ મામલે EDએ રિયાની પહેલા પૂછપરછ કરી અને આ બાજુ તેનો ભાઈ (Showik Chakraborty) પણ અનેક કારણોસર શકના દાયરામાં છે. શનિવારે EDએ રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિકની પૂછપરછ કરી. આ પૂછપરછ લગભગ 18 કલાક ચાલી.

Updated By: Aug 9, 2020, 08:53 AM IST
રિયા ચક્રવર્તીના ભાઈની EDએ કરી 18 કલાક 'મેરેથોન' પૂછપરછ
ફાઈલ ફોટો રિયા ચક્રવર્તી તેના ભાઈ શૌવિક સાથે

મુંબઈ: બોલિવૂડ એક્ટ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યા કેસમાં મહત્વની કડી રિયા ચક્રવર્તીનું નામ હવે મુખ્ય આરોપી તરીકે સામે આવી રહ્યું છે. આ મામલે EDએ રિયાની પહેલા પૂછપરછ કરી અને આ બાજુ તેનો ભાઈ (Showik Chakraborty) પણ અનેક કારણોસર શકના દાયરામાં છે. શનિવારે EDએ રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિકની પૂછપરછ કરી. આ પૂછપરછ લગભગ 18 કલાક ચાલી.

લગભગ 18 કલાકથી વધુ ચાલેલી પૂછપરછ બાદ રિયા ચક્રવર્તીનો ભાઈ શૌવિક ચક્રવર્તી ઈડી ઓફિસની બહાર નીકળ્યો. શનિવારે લગભગ 11 વાગ્યાથી શૌવિકની મની લોન્ડરિંગ મામલે ઈડી પૂછપરછ કરી રહી હતી. 

હવે જોવાનું એ રહેશે કે રિયાના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીની ED દ્વારા ક્યારે પૂછપરછ થશે. કારણ કે કદાચ આ પરિવારની પૂછપરછ બાદ જ આ કેસનું ગૂંચવાયેલું કોકડું ઉકેલાય તેવું જણાય છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીની જે 3 પ્રોપર્ટીની ઈડી તપાસ કરી રહી છે તેમાંથી એક પ્રોપર્ટી મુંબઈના ખાર ઈસ્ટ વિસ્તારમાં છે, જે 322 સ્ક્વેર ફૂટનો વન બીએચકે ફ્લેટ છે. જેની કિંમત 76 લાખ રૂપિયા છે. જીએસટી, સ્ટેમ્પ ડ્યૂટી અને અન્ય ખર્ચા મળીને રિયાને આ ફ્લેટ લગભગ 84 લાખમાં પડ્યો હતો. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube