નવી દિલ્હી: ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput death case) ના મોત કેસમાં તપાસ એજન્સીઓ સતત પૂછપરછ કરી રહી છે. આ બધા વચ્ચે રાજકીય નિવેદનો પણ અપાઈ રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આજે હરિયાણાના ફરિદાબાદમાં સુશાંતના પિતા કે કે સિંહ સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ રામદાસ આઠવલેએ કહ્યું કે સુશાંતનું મોત એ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sushant Case: રિયા ચક્રવર્તીને CBIએ પૂછપરછ માટે બોલાવી


હરિયાણાના ફરિદાબાદમાં આજે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ સુશાંતના પિતા કે કે સિંહ અને બહેન રાની સિંહ સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે મને લાગે છે કે સુશાંતનું મોત આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે. સુશાંતના પરિવારે ન્યાયની માગણી કરી છે. સીબીઆઈ જે તપાસ કરી રહી છે તેનાથી હાલ સુશાંતનો પરિવાર સંતુષ્ટ છે. 


Rhea Chakraborty ના 'જૂઠ્ઠાણા' પર સુશાંતની બહેને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું-'મારા ભાઈના મોત...'


આ બાજુ રિયા ચક્રવર્તીને આજે સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવી છે. તેની પૂછપરછ ચાલુ છે. મુંબઈના DRDO ગેસ્ટ હાઉસ પર રિયાની પૂછપરછ સીબીઆઈના દિગ્ગજ ઓફિસર નૂપુર પ્રસાદ કરી રહ્યાં છે. તેમની સાથે સીબીઆઈના ઓફિસર અનિલ યાદવ પણ છે. નૂપુર એટલા તેજ ઓફિસર છે કે તેમની સામે રિયા કશું છૂપાવી શકશે નહીં. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube