Rhea Chakraborty ના 'જૂઠ્ઠાણા' પર સુશાંતની બહેને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું-'મારા ભાઈના મોત...'

અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ના એક ટીવી ઈન્ટરવ્યુ બાદ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની બહેન શ્વેતા સિંહએ તેના પર નિશાન સાધ્યું છે. શ્વેતાએ કહ્યું કે 'તારામાં એટલી હિંમત છે કે મીડિયામાં આવીને મારા ભાઈના મોત બાદ તેની પવિત્ર છબીને ખરાબ કરે. તને શું લાગે છે, ભગવાન આ બધુ નથી જોઈ રહ્યો જે તે કર્યું છે.' સુશાંતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ રિયાની ધરપકડની માગણી કરતી ટ્વિટ કરી. તેણે લખ્યું કે 'કાશ મારો ભાઈ તે છોકરીને ન મળત. તેની મરજી વગર તેને ડ્રગ્સ આપવું અને પછી તેને વિશ્વાસ અપાવો કે તું બીમાર છે અને પછી તેને ચિકિત્સક પાસે લઈ જવો. કયા સ્તરની આ હેરાફેરી છે.'
Rhea Chakraborty ના 'જૂઠ્ઠાણા' પર સુશાંતની બહેને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું-'મારા ભાઈના મોત...'

નવી દિલ્હી: અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ના એક ટીવી ઈન્ટરવ્યુ બાદ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની બહેન શ્વેતા સિંહએ તેના પર નિશાન સાધ્યું છે. શ્વેતાએ કહ્યું કે 'તારામાં એટલી હિંમત છે કે મીડિયામાં આવીને મારા ભાઈના મોત બાદ તેની પવિત્ર છબીને ખરાબ કરે. તને શું લાગે છે, ભગવાન આ બધુ નથી જોઈ રહ્યો જે તે કર્યું છે.' સુશાંતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ રિયાની ધરપકડની માગણી કરતી ટ્વિટ કરી. તેણે લખ્યું કે 'કાશ મારો ભાઈ તે છોકરીને ન મળત. તેની મરજી વગર તેને ડ્રગ્સ આપવું અને પછી તેને વિશ્વાસ અપાવો કે તું બીમાર છે અને પછી તેને ચિકિત્સક પાસે લઈ જવો. કયા સ્તરની આ હેરાફેરી છે.'

સુશાંત જ કેમ, કોઈ પણ પરિવારનો ચિરાગ જો દુનિયામાંથી ગયા બાદ કોઈ તેને બદનમ કરે, તેના અંગે ખોટી વાત કરે તો કોઈને પણ ગુસ્સો આવશે. ખોટું લાગશે. પીડા થશે, કષ્ટ થશે. આ તકલીફ રિયાના ઈન્ટરવ્યુ બાદ સુશાંતની બહેન શ્વેતાને થઈ રહી છે. ભગવાન પર ભરોસો છે, અને ઉપરવાળો બધુ જોઈ રહ્યો છે. 

— shweta singh kirti (@shwetasinghkirt) August 27, 2020

તેણે કહ્યું કે રિયા જો એમ વિચારી રહી હોય કે 120 મિનિટનો ઈન્ટરવ્યુ આપીને તે બધા સવાલના જવાબમાંથી મુક્ત થઈ ગઈ છે તો તે ખોટી છે. જે વ્યક્તિને તમે પ્રેમ કરતા હતાં તેના ગયા બાદ, તેની છબીને કોઈ કેવી રીતે ધ્વસ્ત કરી શકે છે, પરંતુ રિયાએ આમ કર્યું. રિયાએ કહ્યું કે સુશાંતને ઊંચાઈથી ડર લાગતો હતો, પરંતુ રિયાનું જુઠ્ઠાણું લાબો સમય ન ટક્યું, સુશાંત તો જહાજ ઉડાવવા અને હવામાં કરતબ કરવામાં એન્જોય કરતો હતો. 

રિયાએ સુશાંતને ડિપ્રેસ ગણાવ્યો
રિયાએ સુશાંતને ડિપ્રેસ ગણાવ્યો, મેન્ટલ હેલ્થનો દર્દી અને  claustrophobic એટલે કે બંધ કે સીમીત જગ્યા પર દમ ઘૂટતો હોય તેવું મહેસૂસ કરતો ગણાવ્યો. પરંતુ જે સુશાંત તેની બહેનો સાથે જાન્યુઆરીમાં પોતાના જન્મદિવસ પર ખિલખિલાટ હસતો હતો, ખુશ હતો તે શું ડિપ્રેશનનો શિકાર હોઈ શકે? જવાબ ના જોવા મળે છે. સુશાંતની બહેને જે લખ્યું તે દર્દ સમજો, તે કહી રહી છે કે તેને ભગવાન પર વિશ્વાસ છે અને તે જોશે કે ભગવાન રિયા સાથે શું કરે છે. 

— shweta singh kirti (@shwetasinghkirt) August 27, 2020

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news