બેંગલુરુ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. આ નોમિનેશન તમિલનાડુમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ડૉ. તમિલીસાઇ સુંદરરાજને કર્યું છે. નોમિનેશનમાં કહ્યું હતું કે પીએમ મોદીએ આયુષ્માન ભારત યોજનાના રૂપમાં દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજનાની શરૂઆત કરી છે. આ માટે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઇએ. આ નોમિનેશન સુંદરરાજનના પતિએ કર્યું છે. તેઓ એક ખાનગી વિશ્વવિદ્યાલયમાં નેફ્રોલોજી વિભાગના પ્રમુખ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે ક્લિક કરો: પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય વીમા યોજનાનો 24 કલાકમાં જાદૂ, 1,000થી વધુ લોકોએ કરાવી સારવાર


PM મોદીના જન્મદિવસ પર સુંદરરાજને વહેંચી હતી વીંટી
હાલમાં જ પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદીના જન્મદિવસ પર પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં જન્મેલા બાળકોનો બીજેપીના તમિલનાડુ એકમના સોનાની વીંટી ભેટમાં આપી હતી. પાર્ટીના પ્રદેશ એકમના અધ્યક્ષ ટી સુંદરરાજને મધ્ય ચેન્નાઇના પુરાસેવક્કમમાં સ્થિત સરકારી પીએચસીમાં નવજાત બાળકોને સોનાની વીંટી આપી હતી. તેમણે કેન્દ્રમાં પાછલા કેટલાક દિવસોમાં જન્મ્યા અન્ય નવજાત બાળકોને પણ અન્ય ભેટ આપી છે.


રાહુલ ગાંધીની સુરક્ષામાં તૈનાત એસપીજી કર્મીઓ સાથે વિવાદ બાદ કોન્સ્ટેબલને હટાવ્યો


નોબેલ પુરસ્કારનો ઇતિહાસ
ધનિક સ્વીડિશ એન્ટ્રપ્રિન્યરશિપ અને ડાયનામાઇટના આવિષ્કાર અલ્ફ્રેડ નોબલે આ પુરસ્કારોની સ્થાપના કરી હતી. આ પુરસ્કાર ચિકિત્સા, ભૌતિક, રસાયણ વિજ્ઞાન, સાહિત્ય તથા શાંતિ માટે આપવામાં આવે છે. સૌથી પહેલા નોબલ 1901માં નોબલની મોતના પાંચ વર્ષ બાદ આપવામાં આવ્યો હતો. અલ્ફ્રેડ નોબલની સ્મૃતિમાં ઇકોનોમિક એવોર્ડ બેન્ક ઓફ સ્વીડનની તરફથી આપવામાં આવ્યો છે. તેની શરૂઆત 1968માં થઇ હતી.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો....