પુણેઃ મહામારી કોરોના વાયરસ પર જીતની તૈયારીમાં લાગેલા ભારત માટે ખુશીના સમાચાર છે. 16 જાન્યુઆરીથી પ્રસ્તાવિત વેક્સિનેશન માટે કોવિશીલ્ડ વેક્સિનનો પ્રથમ જથ્થો પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાથી રવાના થઈ ચુક્યો છે. આ રીતે મહામારી વિરુદ્ધ ચાલી રહેલું લાંબુ યુદ્ધ નિર્ણાયક તબક્કામાં પહોંચતું જોવા મળી રહ્યું છે. તેની જાણકારી પુણેના ડીસીપી નમૃતા પાટીલે આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે એએનઆઈને કહ્યું, વેક્સિનનો પ્રથમ જથ્થો અહીં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાથી મોકલવામાં આવ્યો છે. અમે સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી છે. કોવિશીલ્ડ વેક્સિન લઈ જનારા ત્રણ ટ્રક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાથી મંગળવારે વહેલી સવારે પુણેના એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટથી વેક્સિન દેશના જુદા-જુદા ભાગમાં મોકલવામાં આવશે. જ્યાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનનું કામ શરૂ કરવામાં આવશે. સરકારે સીરમને ઓક્સફોર્ડની કોવિડ-19 વેક્સિન કોવિશીલ્ડના 1.1 કરોડ ડોઝ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે.


PM મોદીએ કહ્યું- ભારતની બંને રસી અન્ય દેશો કરતાં સસ્તી, પહેલાં કોરોના વોરિયર્સને અપાશે રસી


પહેલા કોને આપવામાં આવશે રસી
મુખ્યમંત્રીઓ સાથે સોમવારે થયેલી બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, વેક્સિનેશનના બીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના તમામ લોકો અને 50 વર્ષથી નીચેની ઉંમરના બીમાર લોકો જેને સંક્રમણનો વધુ ખતરો છે, તેને રસી લગાવવામાં આવશે. આ રસીકરણ અભિયાનમાં સૌથી મહત્વ તેની ઓળખ અને મોનીટરિંગનું છે જેને રસી લગાવવાની છે. બૂથ સ્તર સુધીની રણનીતિને અમલમાં લાવવાની છે. 


તેમણે કહ્યું, આપણા જે સફાઈ કર્મચારી છે, બીજા ફ્રંટ લાઇન વર્કર્સ છે, સૈન્ય દળ છે, પોલીસ અને કેન્દ્રીય દળ છે, હોમગાર્ડસ છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વોલેન્ટિયર્સ સહિત સિવિલ ડિફેન્સના જવાન છે, કન્ટેઇનમેન્ટ અને સર્વેલાન્સ સાથે જોડાયેલા કર્મચારીઓને પ્રથમ તબક્કામાં રસી લગાવવામાં આવશે. ત્રણ કરોડ સંખ્યા ફ્રંટ લાઇન વર્કર્સની છે. તેના વેક્સિનેશન પર આવનારો ખર્ચ રાજ્ય સરકારોએ વહન કરવાનો નથી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube