PM મોદીએ કહ્યું- ભારતની બંને રસી અન્ય દેશો કરતાં સસ્તી, પહેલાં કોરોના વોરિયર્સને અપાશે રસી
પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ત્રણ કરોડ હેલ્થ વર્કર્સના વેક્સીનનો ખર્ચ કેન્દ્ર સરકાર આપશે. પહેલાં તબક્કામાં ત્રણ કરોડ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ વર્કર્સને વેક્સીન આપવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: દેશભરમાં આગામી 16 જાન્યુઆરી થી શરુ થઇ રહેલા કોરોના રસીકરણ અભિયાન ની પૂર્વ તૈયારીઓ ની સમીક્ષા તેમજ રાજ્ય સરકારો ને આ અંગે માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યો ના મુખ્યમંત્રીઓ સાથે નવીદિલ્હી થી વીડિયો કોન્ફરન્સ યોજી હતી.
મુખ્યમંત્રી સાથે બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે સૌથી પહેલાં ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોના વેક્સીન લગાવવામાં આવશે. ત્યારબાદ સફાઇ કર્મીઓને રસી લગાવવામાં આવશે. ત્યારબાદ પોલીસકર્મીઓ, સુરક્ષાકર્મીઓ, સુરક્ષાબળોના જવાનોને કોરોના વેક્સીન થશે. બીજા તબક્કામાં 50 વર્ષ ઉપરના લોકો અને જે લોકો સંક્રમણ માટે વધુ સંવેદનશીલ છે, તેમને રસી લગાવવામાં આવશે.
પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ત્રણ કરોડ હેલ્થ વર્કર્સના વેક્સીનનો ખર્ચ કેન્દ્ર સરકાર આપશે. પહેલાં તબક્કામાં ત્રણ કરોડ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ વર્કર્સને વેક્સીન આપવામાં આવશે. અમે બૂથ લેવલ પર તૈયારી કરી રહ્યા છીએ. આ સાથે જ તેમણે કહ્યું કે વેક્સીનને લઇને અફવાઓ ન ફેલાય, તે રાજ્ય સરકાર નક્કી કરે.
પીએમ મોદીએ કહ્યું કે તમામ રાજ્યોને સલાહ કરીને વેક્સીનેશનની પ્રાથમિકતા નક્કી થઇ છે. બંને વેક્સીન દુનિયાની બીજી વેક્સીનના મુકાબલે સસ્તી છે. ભારતની જરૂર અનુસાર બંને વેક્સીન બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે પહેલાં તબક્કામાં ત્રણ કરોડ ફ્રંટલાઇન વર્કર્સને વેક્સીન આપવામાં આવે.
પીએમ મોદીએ કહ્યું કે જે બે વેક્સીનને ઇમરજન્સી ઉપયોગની પરવાનગી આપવામાં આવી છે તે બંને મેડ ઇન ઇન્ડીયા છે. આ આપણા માટે ગર્વની વાત છે. તેમણે કહ્યું કે 16 જાન્યુઆરીથી દુનિયાના સૌથી મોટા રસીકરણ શરૂ થશે. ચાર અને વેક્સીન પર દેશમાં કામ ચાલી રહ્યું છે.
કેન્દ્ર સરકાર તરફથી સત્તાવાર રીતે સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયાને કોવિશીલ્ડ વેક્સીન સપ્લાઇ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. એક કરોડ દસ લાખ ડોઝ સપ્લાઇ કરવાનો ઓર્ડર છે. પછી જરૂર અનુસાર નવા ઓર્ડર કેંદ્ર સરકાર આપી શકે છે. આ વેક્સીન માટે એક ડોઝ માટે કેન્દ્ર સરકાર સીરમ ઇંસ્ટીટ્યૂટને 200 રૂપિયા આપવા પડશે.
ગુજરાતમાં આ રસીકરણ અંગે રાજ્ય સરકાર ની સજ્જતા અને પૂર્વ તૈયારીઓની માહિતી અને વિગતો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં વડાપ્રધાનને સવિસ્તર આપી હતી.
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ અનિલ મુકીમ અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો અગ્ર સચિવો અને સચિવો આ બેઠકમાં જોડાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે