નવી દિલ્હીઃ કોરોના વાયરસના ઘટતા-વધતા કેસો વચ્ચે સારા સમાચાર તે છે કે દેશમાં 3 કોરોના વેક્સિન ઝડપથી વિકસિત થઈ રહી છે. કોવિડ-19 વૈશ્વિક મહામારીની સ્થિતિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક બાદ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ એક નિવેદનમાં કહ્યું કે, ભારતમાં ત્રણ રસી વિકાસના તબક્કામાં છે, જેમાંથી બે રસી બીજા અને એક રસી ત્રીજા તબક્કામાં છે. પીએમઓએ કહ્યું- આઈસીએમઆર અને બાયોટેકનોલોજી વિભાગ (ડીબીટી) દ્વારા સાર્સ-કોવ-2 (કોવિડ-19 વાયરસ)ના જીનોમ પર કરવામાં આવેલા બે અખિલ ભારતીય અભ્યાસોમાં સામે આવ્યું કે, વાયરસ  આનુવંશિક રૂપથી સ્થિર છે અને તેના સ્વરૂપમાં કોઈ મોટો ફેરફાર આવ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોવિડ-19ના પ્રભાવી રસી વિકસિત  કરવા માટે દુનિયાભરમાં જારી પ્રયાસો વચ્ચે સરકારે શનિવારે કહ્યું કે, ભારતમાં વાયરસના જીનોમ સંબંધી બે અભ્યાસોમાં સામે આવ્યું કે, તે આનુવાંશિક રૂપથી સ્થિર છે અને તેના સ્વરૂપમાં કોઈ મોટો ફેરફાર (મ્યૂટેશન) આવ્યું નથી. કેટલાક નિષ્ણાંતોએ ચિંતા વ્યક્ત કરી કે કોરોના વાયરસના સ્વરૂપમાં મોટો ફેરફાર થવાથી તેની પ્રભાવી રસી બનાવવામાં વિઘ્ન ઉભુ થઈ શકે છે. પરંતુ કેટલાક હાલના વૈશ્વિક અભ્યાસમાં સામે આવ્યું કે, વાયરસના સ્વરૂપમાં આવતા હાલના ફેરફારોથી કોવિડ-19 માટે આ સમયે વિકસિત કરવામાં આવી રહેલ રસી પર કોઈ અસર ન પડવી જોઈએ. 


કોરોના સમીક્ષા બેઠકમાં બોલ્યા પીએમ મોદી, વેક્સિન આવવા સુધી દો ગજ કી દૂરી અને માસ્ક જરૂરી


રસીના સ્ટોરેજ અને વિતરણની બ્લૂ પ્રિન્ટ તૈયાર
પીએમઓએ એક નિવેદનમાં કહ્યું કે, નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19એ રાજ્ય સરકારો અને બધા સંબંધિત હિસ્સેદારોની સાથે મળીને રસી સંગ્રહ, વિતરણ અને તેને લગાવવા માટે એક વિસ્તૃત બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. નિષ્ણાંત સમૂહ રાજ્યોની સાથે મળીને વિચાર-વિમર્શ કરી રસી સંબંધિત પ્રાથમિકતા અને વિતરણ પર સક્રિયતાથી કામ કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠકમાં નિર્દેશ આપ્યો કે દેશની ભૌગોલિક સ્થિતિ અને વિવાધતાને ધ્યાનમાં રાખતા રસી સુધી પહોંચ તત્કાલ નક્કી કરવી જોઈએ. 


russian vaccine update : રશિયાની વેક્સિનની ભારતમાં થશે ટ્રાયલ, DCGIએ આપી મંજૂરી


વાયરસના સ્ટ્રેનમાં કોઈ ફેરફાર નહીં
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પાછલા મહિને કહ્યુ હતુ કે, ભારતમાં કોરોના વાયરસના સ્ટ્રેનમાં કોઈ મોટો કે મહત્વપૂર્ણ ફેરફાર આવ્યો નથી. તેમણે કહ્યું કે, ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) પાછલા કેટલાક મહિના દરમિયાન રાષ્ટ્રીય સ્તર પર ભેગા કરેલા સ્ટ્રેનો (વાયરસના સ્વરૂપ)ના મોટા પાયે અભ્યાસ કરવામાં લાગેલું છે. તેમણે કહ્યું કે, વાયરસના સ્વરૂપમાં ફેરફારના સંબંધમાં ઓક્ટોબરની શરૂઆતમાં જાણકારી ઉપલબ્ધ હશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube