russian vaccine update : રશિયાની વેક્સિનની ભારતમાં થશે ટ્રાયલ, DCGIએ આપી મંજૂરી
Sputnik-V વેક્સિનની માર્કેટિંગ કરનારી રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) અને ડો રેડ્ડી લેબોરેટરીઝ લિમિટેડે પાછલા મહિને ભારતમાં આ વેક્સીનની ક્લીનિકલ ટ્રાયલ અને વિતરણને લઈને સમજુતીની જાહેરાત કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતે રશિયાની કોરોના વેક્સિન (Corona Vaccine News) Sputnik-Vના મોટા પાયા પર અભ્યાસ માટે ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ ડો રેડ્ડી લેબોરેટરીઝ લિમિટેડને દેશમાં રૂશિ વેક્સિનની અસર જાણવા માટે મોટા પાયા પર ટ્રાયલના પ્રસ્તાવને સ્વીકાર કરી દીધો છે. રશિયા નાના પાયા પર અભ્યાસ બાદ રસીને મંજૂરી આપી રહ્યું છે, જે Sputnik-V ની સુરક્ષા પર ચિંતાનું કારણ છે. આ કારણ હતું કે ડો રેડ્ડીને ભારતમાં તુલનાત્મક રૂપથી મોટી વસ્તી વચ્ચે તેની ટ્રાયલ કરવાની મંજૂરી આપવામાં આવી નહતી.
ભારતમાં મોટા પાયા પર થશે ટ્રાયલ
ડો રેડ્ડીઝ અને રશિયા ડાયરેક્ટર ઇનવેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ) દ્વારા જારી એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'આ એક બહુ-કેન્દ્ર અને નિયંત્રિત અભ્યાસ થશે, જેમાં સુરક્ષા અને રોગપ્રતિકારક અભ્યાસ સામેલ થશે.' કારણ કે રશિયામાં એક રસીના રૂપમાં રજીસ્ટ્રડ થતા પહેલા Sputnik-Vની ટ્રાયલ ખુબ ઓછા લોકો પર કરવામાં આવી હતી, તેથી ડીસીજીઆઈએ ડો રેડ્ડાના ભારતમાં મોટી વસ્તુ પર ટ્રાયલના પ્રારંભિક પ્રસ્તાવ પર સવાલ ઉઠાવ્યા હતા. વર્તમાનમાં સ્પુતનિક વી 40,000 લોકો પર ટ્રાયલ બાદ રજીસ્ટ્રેશન તબક્કો ત્રણ પરીક્ષણમાંથી પસાર થઈ રહ્યો છે.
ભારતમાં બનાવી રહ્યાં હતા ISISનું સહયોગી સંગઠન, NIA કોર્ટે 15 આતંકીઓને ફટકારી સજા
પાછલા મહિને થયો હતો કરાર
Sputnik-V વેક્સિનની માર્કેટિંગ કરનારી રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) અને ડો રેડ્ડી લેબોરેટરીઝ લિમિટેડે પાછલા મહિને ભારતમાં આ વેક્સીનની ક્લીનિકલ ટ્રાયલ અને વિતરણને લઈને સમજુતીની જાહેરાત કરી હતી. ભાગીદારીના ભાગના રૂપમાં ભારતને સ્પુતનિકની 100 મિલિયન ડોઝ મળશે.
પહેલા ભારતે ન આપી મંજૂરી
ભારતમાં થોડા દિવસ પહેલા આ વેક્સિનની ટ્રાયલને મંજૂરી આપવામાં આવી નહીં. રશિયા નાના પાયે ટ્રાયલ બાદ રસીને મંજૂરી આપી રહ્યું હતું જે સ્પુતનિક વીની સુરક્ષા પર ચિંતાનું કારણ છે. આ કારણ છે કે ડો રેડ્ડીને ભારતમાં તુલનાત્મક રૂપથી મોટી વસ્તુ વચ્ચે તેનું પરીક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવી નહતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે