નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલા લોકડાઉનને 31મી મે સુધી લંબાવવામાં આવ્યું છે. સોમવારે એટલે કે આજે લોકડાઉન 4.0નો પહેલો દિવસ છે. ચોથા તબક્કાના લોકડાઉનનો અર્થ છે કે કુલ 68 દિવસ સુધી દેશમાં સામાન્ય ગતિવિધિઓ પર રોક રહેશે. ગૃહ મંત્રાલયે આ અંગે વિસ્તૃત દિશા નિર્દેશ પણ બહાર પાડ્યા છે. કેન્દ્ર સરકારે આ વખતે રાજ્યોને વધુ અધિકાર આપ્યા છે. જેની માગણી ખાસ કરીને ભાજપની જ્યા સત્તા નથી તે રાજ્યો સતત માગણી કરી રહ્યાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકડાઉનની સ્થિતિ અને સ્વરૂપ કેવું હશે તેનો નિર્ણય તો રાજ્યો હવે કરશે. રાજ્યો પાસે એ અધિકાર રહેશે કે તેઓ કયા ક્ષેત્ર વિશેષને અલગ અલગ ઝોનમાં વહેંચી શકે છે. રાજ્યોને જ લોકડાઉનનું પાલન કરાવવાની જવાબદારી સોંપવામાં આવશે. આ વખતે કેન્દ્ર તરફથી બે નવા કન્ટેન્મેન્ટ અને બફર ઝોનને પણ એડ કરવામાં આવ્યાં છે. પરંતુ તેના વિસ્તાર નક્કી કરવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે. 


કેન્દ્ર સરકારે સમગ્ર દેશને 5 ઝોનમાં વહેંચ્યુ છે. જ્યારે અત્યાર સુધી દેશમાં ફક્ત 3 ઝોન બનાવવામાં આવ્યાં હતાં. રેડ, ગ્રીન અને ઓરેન્જ. હવે બફર ઝોન અને કન્ટેન્મેન્ટ ઝોન પણ એડ કરાયા છે. બફર ઝોનને લઈને અત્યાર સુધી કયા નિયમો અપનાવવામાં આવશે તે જાણકારી હજુ સામે આવી નથી. પરંતુ કન્ટેન્મેન્ટ ઝોનમાં ફક્ત ઈમરજન્સી સેવાઓ જ મળશે. કન્ટેન્મેન્ટ ઝોનમાં અવરજવર પર કડક પ્રતિબંધ રહેશે. લોકોની કોન્ટેક્ટ ટ્રેસિંગ કરાશે. ઝોન નિર્ધારિત કરવાનો અધિકાર કેન્દ્રએ રાજ્યો પર છોડ્યો છે. 


શેના પર રહેશે પ્રતિબંધ?
આ વખતે લોકડાઉન 4.0માં પણ રેલવે, મેટ્રો, અને હવાઈ મુસાફરી પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જો કે જે મામલે ગૃહ મંત્રાલયે મંજૂરી આપેલી છે તે તેમાથી બાકાત રહેશે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો, અન્ય વિશેષ ટ્રેનો, પાર્સલ સેવાઓ, માલગાડીઓ ચાલશે. શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. તેની જગ્યાએ ઓનલાઈન અભ્યાસને મંજૂરી છે. 


હોટલ, શોપિંગ મોલ, ધર્મસ્થળો બંધ રહેશે
હોટલ અને રેસ્ટોરાઓ વગેરે બંધ રહેશે. જો કે હોમ ડિલિવરી થઈ શકશે. થિયેટરો, શોપિંગ મોલ, જિમ વગેરે પર પ્રતિબંધ ચાલુ રહેશે. સામાજિક, રાજકિય, સાંસ્કૃતિક, અને ધાર્મિક દરેક પ્રકારના સામાજિક આયોજન પર પ્રતિબંધ ચાલુ રહેશે. એ જ રીતે પૂજાપાઠના તમામ સ્થળ જનતા માટે બંધ રહેશે અને ધાર્મિક જમાવડા પર પ્રતિબંધ ચાલુ રહેશે. 


રાત્રિ કરફ્યૂ લાગુ રહેશે
જે લોકોની ઉંમર 65 વર્ષથી વધુ છે, બીમાર લોકો, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી નાની ઉંમરના બાળકોએ ઘરમાં જ રહેવાનું છે. પરંતુ કોઈ જરૂરિયાત પડે કે સ્વાસ્થ્ય દ્રષ્ટિથી તેમને છૂટ આપી શકાય છે. રાત્રિ કરફ્યૂ ચાલુ રહેશે એટલે કે સાંજે 7 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધી કોઈએ ઘરમાંથી બહાર નીકળવાનું નથી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube