શીખો આ ગામડા પાસેથી...કોરોનાને પછાડવા માટે બનાવ્યો અદભૂત પ્લાન, જાણીને છક થશો
આ બે ગામડા જે રીતે કોરોનાને હંફાવવા માટે મેદાને પડ્યા છે તેને જોઈને એમ લાગે છે કે જીવલેણ વાયરસ સામે શહેરો નતમસ્તક પણ ગામડાઓ તેને નાથવા માટે મેદાને પડ્યા છે. હવે તો ભગાડીને જ હાશકારો લેશે.
ભોપાલ: મધ્ય પ્રદેશના બે ગામડાએ આ કોરોનાકાળમાં અનોખી પહેલ શરૂ કરી છે. રાજ્યના શ્યોપુર જિલ્લામાં બે ગામડાએ દેશમાં કોરોનાના વધતા કેસ જોતા સ્વયંભૂ રીતે ગામને સીલ કરી નાખવાનો નિર્ણય લીધો છે.
આ ગ્રામીણોએ કસમ ખાધી છે કે હવે તો જ્યારે દેશમાં કોરોના મહામારીનો પ્રભાવ ખતમ થશે ત્યારે જ ઘરમાંથી બહાર નીકળશે. આ બે ગામ મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લાના છે. જેમના નામ છે દલારણા અને રામબડૌદા. આ ગામના રહીશોએ કોરોના મહામારીના વધતા પ્રકોપના કારણે પોત પોતાના ગામની સરહદો સીલ કરવાનો નિર્ણય લીધો છે. આ ગ્રામીણોએ કોરોના મહામારી સામે લડવાનો ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો છે.
આ બંને ગામના રહીશોએ પોતાને ઘરોમાં કેદ કરી લીધા છે અને પ્રતિજ્ઞા લીધી છે કે હવે તો જ્યારે દેશમાં હાલાત સામાન્ય થશે ત્યારે જ ઘરોની બહાર નીકળશે. ગ્રામીણોનું તો એવું પણ કહેવું છે કે જો તેમણે કોઈ જરૂરી કામ અર્થે બહાર નીકળવું પણ પડ્યું તો તેઓ ગામની અંદર પર માસ્ક લગાવીને જ નીકળશે અને હંમેશા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરશે.
Fact Check: દેશમાં 18 દિવસનું કડક Lockdown લાગવાનું છે? PIB એ વાયરલ થઈ રહેલા મેસેજ અંગે કરી સ્પષ્ટતા
Corona Update: કોરોનાની રેકોર્ડબ્રેક છલાંગ, એક જ દિવસમાં 4 લાખથી વધુ નવા કેસ
Coronavirus: કોરોનાના ભયંકર પ્રકોપ વચ્ચે સારા સમાચાર, હવે બાળકોને પણ મળશે રસી!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube