નવી દિલ્હી: ભારતમાં બનાવવામાં આવતી કલવરી ક્લાસની ત્રીજી સબમરીન આઇએનએસ કરંજના ચારથી પાંચ મહિનામાં નૌસેનામાં સામેલ થવાની સંભાવના છે. કરંજને 2018માં સમુદ્રના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું હતું અને સૂત્રોના અનુસાર આ પરીક્ષણ સફળ રહ્યું છે. આ ક્લાસની ચોથી સમબરીન આઇએનએસ વેલા પણ આગામી વર્ષના અંતમાં નૌસેનામાં સામેલ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોંગ્રેસ નેતૃત્વ વિવાદ: રાજ્યસભા સાંસદ વિવેક બોલ્યા, અમે પરિવર્તનનાં વાહક, કાયર નથી


કલવરી ક્લાસની પહેલી બે સબમરીન કલવરી અને ખંડેરી પહેલાથી નૌસેનામાં સામેલ છે. કલવરી ક્લાસની કુલ 6 સબમરીનનું નિર્માણ મુંબઇના માઝગાંવ ડોક લિમિટેડમાં કરવામાં આવી રહ્યું છે. આ સબમરીન સમુદ્રમાં 50 દિવસ સુધી રહે છે અને એકવારમાં 12000 કિમી સુધીની યાત્રા કરી શકે છે. તેમાં 8 અધિકારી અને 35 નૌસૈનિક કામ કરે છે. આ સમુદ્રની અંદર 350 મીટર સુધી ડાઇવ કરી શકે છે


આ પણ વાંચો:- Pulwama attack: NIAએ તૈયાર કરી 5000 પેજની ચાર્જશીટ, 20 આતંકીના નામ આવ્યા સામે


કલવરી ક્લાસની સબમરીન સમુદ્રની અંદર 37 કિમી પ્રતિ કલાકની ગતીથી ડાઇવ કરે છે. તેમાં સમુદ્રની અંદર કોઇપણ સબમરીન અથવા સમુદ્રની સપાટી પર કોઇપણ જહાજને નષ્ટ કરવા માટેની ટોર્પિડો હોય છે. આ ઉપરાંત તે સમુદ્રમાં લેન્ડમાઇન્સ પણ લગાવી શકે છે.


ભારતીય નૌસેનાએ 1997માં સબમરીન બેડને શક્તિશાળી બનાવવા માટે એખ મોટી યોજના બનાવી હતી. તેના અંતર્ગત 2024 સુધી નવી 24 સબમરીન બનાવવાની યોજના હતી પરંતુ આ યોજના નિયત સમયથી પાછળ ચાલી રહી છે. કલવરી ક્લાસ એટલે કે, પ્રોજેક્ટ 75 અંતર્ગત પહેલી સબમરીન 2017માં નૌસેનામાં સામેલ થઇ છે. આ પ્રોજેક્ટના 2022 સુધીમાં પૂરા થવાની સંભાવના છે. 


આ પણ વાંચો:- દુનિયાના 4 કેસમાંથી 1 કેસ ભારતમાં, શું ભારત બન્યું કોરોનાનું નવું સેન્ટર?


એર ઇન ઇન્ડિપેન્ડેન્ટ પ્રોપેલ્શનથી લેશ વધારે આધુનિક સબમરીનનો પ્રોજેક્ટ 75 (ઇન્ડિયા)ના ટૂંક સમયમાં શરૂ થવાની આશા છે. આ પ્રોજેક્ટ માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ 12 સમબરીન ઉપરાંત 12 ન્યૂક્લિયર સબમરીન બનાવવાની ભારતની યોજના છે.


અત્યારે ભારતીય નૌસેના પાસે સિંધુ ક્લાસની 9, શિશુમાર ક્લાસની 3, ક્લવરી ક્લાસની 2 અને એક ન્યૂક્લિયર સબમરીન આઇએનએસ ચક્ર એટલે કે, કુલ 14 સબમરીન છે. અરિંહત ક્લાસની બે સબમરીન એટલે કે આઇએનએસ અરિહંત અને આઇએનએસ અરિઘાત આ ઉપરાંત જે ન્યૂક્લિયર બેલેસ્ટિક સબમરીન છે. ન્યૂક્લિયર સબમરીન ઉપરાંત ભારતીય નૌસેનાની તમામ સબમરીન ડીઝલ-ઇલેક્ટ્રિક છે અને એર ઇન્ડિપેન્ડેન્ટ પ્રોપેલ્શન ન હોવાના કારણેથી તેને દર એક બે દિવસે સપાટી પર આવવું પડે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર