નવી દિલ્હી: જો તમારા પરિવારની વાર્ષિક આવક 5 લાખ રૂપિયા કરતા ઓછી હોય અને ઓછી આવકવાળા વર્ગમાં તમે આવતા હશો તો લગ્ન વખતે યુવતીને સરકાર તરફથી એક તોલો (10 ગ્રામ) સોનું વિનામૂલ્યે મળશે. પૂર્વોત્તરના સૌથી મોટા રાજ્ય આસામ (Assam)ની સરકારે આ અંગે જોગવાઈ કરી છે. આ માટે સરકારે એક અરુંધતિ યોજના (Arundhati Scheme)ને ગત વર્ષે લોન્ચ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bank ના કામકાજ ફટાફટ પતાવી લેજો...આ મહિનામાં આટલા દિવસ બંધ રહેશે દેશભરની બેન્ક


સરકારની 300 કરોડ રૂપિયાની ફાળવણી 
આ યોજના માટે રાજ્ય સરકારે પોતાના બજેટમાં અલગથી 300 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જો કે અરુંધતિ ગોલ્ડ યોજના એક  પરિવારના પહેલા બે સંતાન પર જ લાગુ થશે. આ ગોલ્ડ યોજના ફક્ત એવા કેસમાં જ લાગુ થશે જ્યાં વર અને વધૂ બંનેની ઉંમર ક્રમશ: 21 વર્ષ અને 18 વર્ષ હોય. એટલે કે કાયદાકીય રીતે વયસ્ક હોય. 


મુકેશ અંબાણીની સંપત્તિમાં ધરખમ ઘટાડો, ટોપ 10 અમીરોની યાદીમાંથી થઈ શકે છે બહાર!


માત્ર આ સમુદાયની દુલ્હનોને મળશે સોનું
એક તોલો સોનું એવા સમુદાયોમાં જ દુલ્હનોને મળશે જ્યાં આ પ્રકારની કોઈ પ્રથા છે. આ સાથે જ અરજીકર્તાનો વિવાહ વિશેષ વિવાહ અધિનિયમ 1954 હેઠળ રજિસ્ટર્ડ થયેલો હોવો જોઈએ. જન્મ પ્રમાણપત્રની ખરાઈ અને ચિકિત્સા પરીક્ષાના માધ્યમથી આયુ માપદંડ કડકાઈથી લાગુ કરવામાં આવશે. 


બાબા કા ઢાબા: યુટ્યૂબરનો ગંભીર આરોપ, કાંતા પ્રસાદને આટલી રકમ આપી હોવાનો કર્યો દાવો


આ રીતે કરો અરજી
અરજી માટે મેરેજ ઓફિસર સમક્ષ પ્રપત્ર ભરવું પડશે.  revenueassam.nic.in પર અરજી ફોર્મ મળી જશે. આ ફોર્મને ઓનલાઈન ભીને તેની પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે. તમામ દસ્તાવેજો સાથે આ ફોર્મને રજિસ્ટ્રેશન અધિકારીની ઓફિસમાં જમા કરવાના રહેશે. 


દસ્તાવેજોની થશે તપાસ
ત્યારબાદ દસ્તાવેજોની તપાસ થયા પછી SMS કે પછી ઈમેઈલના માધ્યમથી અરજી રિજેક્ટ કે એક્સેપ્ટ થવાની સૂચના આપવામાં આવશે અને પૈસા બેંકખાતામાં ટ્રાન્સફર કરી દેવાશે 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube