લોકસભા ચૂંટણી 2019: આસનસોલા બેઠક પર થશે ફિલ્મી સ્ટાર્સનું ‘દંગલ’
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીને લઇને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. લિસ્ટમાં 41 ટતા બેઠકો પર મહિલા ઉમેદવારોને તક આપવામાં આવશે.
કોલકાતા: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીને લઇને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. લિસ્ટમાં 41 ટતા બેઠકો પર મહિલા ઉમેદવારોને તક આપવામાં આવશે. આ વાતની જાહેરાત કરતા તેમણે દેશના અન્ય રાજકીય દેળને પડકાર પણ આપ્યો છે. ટીએમસીની તરફથી ઉમેદવારોનું લિસ્ટમાં જે સૌથી રોમાંચક નામ છે તે છે અભિનેત્રી મુનમુન સેનનું.
વધુમાં વાંચો: ઇથોપિયા દૂર્ઘટના બાદ ભારતે પણ બોઇંગ 737 મેક્સ-8 વિમાનો પર લગાવ્યો પ્રતિબંધ
મમતા બેનર્જીએ મુનમુન સેનને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાંસદ અને કેન્દ્રીય મંત્રી બાબૂલ સુપ્રિયોની બેઠક આસનસોલથી ઉમેદવાર બનાવ્યા છે. આ વાતની પણ સંપૂર્ણ સંભાવના છે કે ભાજપ બીજીવાર પણ આ બેઠક પર બાબૂલ સુપ્રિયોને જ તક આપશે. આ કારણથી આસનસોલ બેઠકની લડાઇ રોમાંચક થવાની છે.
સરવેનો દાવો : બહુમતથી પાછળ રહી જશે નરેન્દ્ર મોદીની સરકાર
અભિનેત્રી નુસરત જહાં અને મિમિ ચક્રવર્તીને પહેલી વખત તૃણમૂલ કોંગ્રેસ તરફથી બસિરહત અને જાદવપૂરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. બંનેએ જ બંગાળી ફિલ્મ જગતમાં ઘણી હિટ મૂવી આપી છે. આ સાથે જ ટીએમસીના 10 સાંસદોની ટિકિટ પણ કાપી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પાર્ટી માટે કામ કરશે.