સરવેનો દાવો : બહુમતથી પાછળ રહી જશે નરેન્દ્ર મોદીની સરકાર

 લોકસભા ઈલેક્શનનુ રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે. લોકસભા ઈલેક્શન સાત ચરણમાં થશે. સીવોટર-આઈએએનએસના એક સરવેમાં સામે આવ્યું છે કે, આ ઈલેક્શનમાં એનડીએને 264 સીટ મળી શકે છે, જે કેન્દ્રમાં સરકાર બનાવવા માટે બહુમતથી આઠ સીટ ઓછી છે. બીજી તરફ કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએને માત્ર 141 સીટ મળવાનું અનુમાન છે. આવામાં સ્થાનિક દળઓની અસહમતી વધી શકે છે.
સરવેનો દાવો : બહુમતથી પાછળ રહી જશે નરેન્દ્ર મોદીની સરકાર

નવી દિલ્હી : લોકસભા ઈલેક્શનનુ રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે. લોકસભા ઈલેક્શન સાત ચરણમાં થશે. સીવોટર-આઈએએનએસના એક સરવેમાં સામે આવ્યું છે કે, આ ઈલેક્શનમાં એનડીએને 264 સીટ મળી શકે છે, જે કેન્દ્રમાં સરકાર બનાવવા માટે બહુમતથી આઠ સીટ ઓછી છે. બીજી તરફ કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએને માત્ર 141 સીટ મળવાનું અનુમાન છે. આવામાં સ્થાનિક દળઓની અસહમતી વધી શકે છે.

તેલંગાનામાં સત્તારુઢ તેલંગાના રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ), આંધ્રપ્રદેશમાં મુખ્ય વિપક્ષી દળ વાયએસઆર કોંગ્રેસ અને ઓડિશામાં સત્તારુઢ બીજુ જનતા દળ (બીજેપી)ની 23 મેના રોજ લોકસભા ઈલેક્શનના પરિણામની જાહેરાત બાદ કેન્દ્ર સરકારમાં ગઠનમાં ખાસ ભૂમિકા બની શકે છે.

સરવેના અનુસાર, આંધ્રપ્રદેશમાં સત્તારુઢ તેલુગુ દેશમ પાર્ટીને 14 સીટ મળવાનુ અનુમાન છે. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને 34 સીટ પર જીત મળી શકે છે. સીવોટર-આઈએનએસના સરવે અનુસાર, વાયએસઆર કોંગ્રેસ પાર્ટી, ટીઆરએસ અને બીજેડીને કુલ મળીને 36 સીટ મળી શકે છે. વાયએસઆર કોંગ્રેસ પાર્ટીને આંધ્રપ્રદેશમાં 11 સંસદીય સીટ પર જીત મળી શકે છે. બીજેડીને ઓડિશામાં 9 સીટ મળી શકે છે. તેલંગાનામાં ટીએસઆરની જોર ચાલી શકે છે અને તે રાજ્યની કુલ 17 લોકસભા સીટમાંથી 16 પર જીત મળી શકે છે. 

આ ત્રણ દળોએ ભાજપાનીત અને કોંગ્રેસનીત, બંને ગઠબંધનોથી સરખુ અંતર બનાવીને રાખ્યું છે. આવામાં તેમની કેન્દ્ર સરકારના ગઠનમાં બહુ જ ખાસ ભૂમિકા બની શકે છે. આવામાં કોઈ એકનુ પણ સમર્થન એનડીએને બહુમત અપાવવા માટે પૂરતુ હશે, જો સર્વેક્ષણ જેવી જેવી સ્થિતિ બનશે તો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news