નવી દિલ્હી : સંસદીય સમિતિએ સોશિયલ મીડિયા મંચો પર નાગરિકોનાં અધિકારના સંરક્ષણ માટે માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વીટરનાં સીઇઓ અને ઉચ્ચ અધિકારીઓને સંસદીય સમીતી સમક્ષ હાજર થવા જણઆવ્યું હતું. ત્યાર બાદ ટ્વીટરનાં સીઇઓ જૈક ડોર્સી અને ટોપનાં અધિકારીઓએ ઓછો સમય અપાયો હોવાની વાત કરીને સંસદીય સમક્ષ હાજર થવાનો ઇન્કાર કરી દીધો હતો. સંસદીય સમિતીના અધ્યક્ષ અનુરાગ ઠાકુરની કડક કાર્યવાહીની ચેતવણી બાદ ટ્વીટરની ટીમ રવિવારે (11 ફેબ્રુઆરી) સંસદ પહોંચી ગઇ. સંસદીય સમિતી સામે રજુ થનારી આ ટીમમાં ટ્વિટર ઇન્ડિયાના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, માહિતી અને ટેક્નોલોજી પર રચાયેલી સંસદીય સમિતીએ 1 ફેબ્રુઆરીએ ટ્વીટરનાં સીઇઓ જેક ડોર્સી અને ટોપનાં અધિકારીઓને પત્ર લખીને 10 દિવસની અંદર રજુ થવા માટે જણાવ્યું હતું. ટ્વીટરે સમિતી સમક્ષ રજુ થવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે રજુ થવા માટે ઓછો સમય આપવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે રજુ થવા માટે ઓછા સમય અપાયો હોવાના કારણે તેઓ હાજર નહી રહી શકે તેવું જણાવ્યું હતું. 



બીજી તરફ સમિતીના સુત્રોએ જણાવ્યું કે, સંસદીય સમિતીને સર્વસમ્મતિથી એક પ્રસ્તાવ પાસ કર્યો છે કે તેઓ કોઇ પણ ટ્વીટર અધિકારી સાથે ત્યા સુધી મુલાકાત નહી કરે જ્યા સુધી સમિતી સમક્ષ વરિષ્ઠ સભ્ય અથવા ટ્વીટરના ગ્લોબલ ટીમના સીઇઓ હાજર નહી થાય. ટ્વીટરે તેના માટે 15 દિવસની સમય સીમા આપવામાં આવી છે. ત્યાર બાદ અનુરાગ ઠાકુરે ટ્વીટર પર કડક કાર્યવાહીની ચિમકી ઉચ્ચારી હતી.