મુંબઇ: મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) ના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી (Mahavikas Aghadi)  સરકારે આજે 288 સભ્યોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત સાબિત કર્યો. 145 મતોની સરખામણીમાં ગઠબંધને 169 મતો મેળવ્યાં. આ દરમિયાન ભાજપે સદનમાંથી વોકઆઉટ કર્યું. જેને લઈને શિવસેના (Shivsena) નેતા ઉદ્ધવ ઠાકરેએ કટાક્ષ કરતા વિપક્ષી દળ પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે હું આમને સામને લડનારી વ્યક્તિ છું. પરંતુ અહીં વિપક્ષી દળની રીત જોઈને લાગ્યું કે મેદાન જ સારું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) મંત્રીઓ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની શપથવિધિને ગેરકાયદેસર ગણાવી છે. તેમનો આરોપ છે કે છે કે સદનની કાર્યવાહીની શરૂઆતમાં વંદે માતરમ ગીત ગાવવામાં આવ્યું નથી. જેના પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, "અમારું મહારાષ્ટ્ર (Maharashtra) શિવાજી મહારાજનું મહારાષ્ટ્ર છે. અમારા માટે શિવાજી દેવ સમાન છે. આ આખો દેશ પણ અમારો છે અને આ દેવ જે માટીમાં જન્મ્યા, અમે તે માટીના ભક્ત છીએ, શિવાજીના ભક્ત છીએ."


મહારાષ્ટ્ર: NCPમાંથી ડેપ્યુટી સીએમ કોણ? અજિત પવારે આપ્યું મોટું નિવેદન 


દુશ્મનો સાથે સીધો ભીડનારાઓમાનો છું
ઠાકરેએ  કહ્યું કે હું પહેલીવાર સદનમાં આવ્યો અને મારું સૌભાગ્ય છે. અહીં સદનમાં આવતા પહેલા થોડો અસહજ હતો. કેવી રીતે વર્તન કરું, કારણ કે મેદાનનો માણસ અને અહીંના બંધારણીય કામકાજનો અનુભવ નથી. પરંતુ અહીં આવ્યાં બાદ ખબર પડી કે બહારનું મેદાન જ સારું હતું. હું આજે સામે ખાલી પડેલી ટેબલ ખુરશીઓ સાથે લડીશ નહીં, કારણ કે ખાલી મેદાનમાં તલવારબાજી કરનારાઓમાંનો હું નથી. હું આમને સામને લડનારો વ્યક્તિ છું. દુશ્મનો સાથે સીધો લડનારો છું. હવે કોઈ દુશ્મન નથી પરંતુ દુર્ભાગ્યથી રાજકીય વિરોધી છે. 


Maharashtra: આ 4 MLAએ ઉદ્ધવ ઠાકરેને સપોર્ટ ન કર્યો, એક નામ જાણીને તો સ્તબ્ધ થઈ થશો


આટલો ચટકો કેમ લાગ્યો?
શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શું અમે ફક્ત અમારા ભાષણોમાં જ શિવાજી, શાહૂ, આંબેડકર, ફૂલેનું નામ લઈએ. પરંતુ જો અમે તેમના નામની શપથ લીધી તો આટલો ચટકો કેમ લાગ્યો? મેં શિવાજી મહારાજની અને મારા માતા પિતાની શપથ લીધી છે અને ફરીથી લઈશ. જો આ ગુનો છે તો હું હંમેશા, દરેક વખતે, દર જન્મે આ  કરીશ. આ એક અંતકરણ સાથે જોડાયેલો મુદ્દો છે. જે પોતાના દેવ અને માતા પિતાને નથી માનતા તેમને પુત્ર તરીકે જીવવાનો હક નથી. 


આ VIDEO પણ જુઓ...


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube