Maha Vikas Aghadi News

CM ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા બાદ તાબડતોબ બોલાવી પ્રથમ કેબિનેટ બેઠક
શપથ લીધાને હજુ ગણતરીના કલાકો જ થયા છે ત્યાં તો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ પોતાની પહેલી કેબિનેટ બેઠક બોલાવી. આ બેઠકમાં સૌથી પહેલો અને મોટો નિર્ણય છત્રપતિ શિવાજી મહારાજને લઈને લેવાયો છે. બેઠકમાં નિર્ણય લેવાયો છે કે શિવાજીની રાજધાની રાયગઢ કિલ્લાના પુર્નઉદ્ધારમાં ઝડપ લાવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ માટે 20 કરોડ રૂપિયાનું બજેટ પણ પાસ કરવામાં આવ્યુ છે. તેમણે રાજ્યના મુખ્ય સચિવને ખેડૂતોના સારા માટે અત્યાર સુધી ઉઠાવવામાં આવેલા પગલાંઓની જાણકારી માંગી. બેઠકમાં સીએમ સાથે શપથ લીધેલા 6 મંત્રીઓ પણ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત એનસીપી નેતા અજિત પવાર (Ajit Pawar) અને આદિત્ય ઠાકરે પણ હાજર હતાં. આ દરમિયાન પત્રકારોએ કોમન મિનિમમ પ્રોગ્રામમાં સેક્યુલર શબ્દને લઈને કરેલા સવાલથી ઉદ્ધવ ઠાકરે થોડા નારાજ પણ જોવા મળ્યાં. 
Nov 28,2019, 23:33 PM IST
ઉદ્ધવની તાજપોશી પહેલા જ લાગ્યા એવા પોસ્ટર, શિવસેનાને પડશે મોટો ધ્રાસકો
Nov 27,2019, 21:34 PM IST

Trending news