નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમને  (Nirmala Sitharaman) સોમવારે 2021-2022 માટે બજેટ રજૂ કર્યું. પીએમ મોદીએ તેની પ્રશંસા કરતા કહ્યુ કે, તેમાં યથાર્થનો અનુભવ પણ અને વિકાસનો વિશ્વાસ પણ છે. તો વિપક્ષે બજેટની આલોચના કરતા કહ્યું કે, તેનાથી આમ આદમીને કોઈ ફાયદો થયો નથી. બજેટને લઈને પતંજલિ આયુર્વેદના સંસ્થાપક બાબા રામદેવ (Baba Ramdev) વિપક્ષ પર કટાક્ષ કરવાનું ચુક્યા નહીં. વિપક્ષ પર ઇશારામાં નિશાન સાધતા સ્વામી રામદેવે કહ્યુ કે, જો કોઈ નેતા આવી સ્થિતિમાં આનાથી સારૂ બજેટ બનાવીને દેખાડે તો હું 2024માં તેને જીતાડવા માટે પોતાનું બધુ ન્યોછાવર કરવા માટે તૈયાર છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર નીતિઓ બનાવી શકે છે પરંતુ લોકોએ કરવો પડશે સહયોગ
બજેટને લઈને રામદેવે કહ્યુ કે, સરકાર નીતિઓ બનાવી શકે છે. જો કિસાનોએ પોતાની આવક વધારવી છે તો તેણે ડેરી ઉદ્યોગ વધારવો પડશે. તેવામાં ડેરી ઉદ્યોગ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, માહોલ જોઈએ, જે સપોર્ટ જોઈએ તે સરકારે ઉપલબ્ધ કરાવ્યો છે. તેવામાં કિસાને પોતાના ઘરમાં બે ચાર ગાય, ભેંસ, બકરીઓ જે પાળી શકે તેણે પાળવી જોઈએ. 


આ પણ વાંચોઃ Budget 2021: રાહુલ ગાંધીએ બજેટને ગણાવ્યુ નિરાશાજનક, મોદી સરકાર પર કર્યો પ્રહાર  


... તો કિસાનોને મળશે 12થી 15 લાખ કરોડ
ખાદ્ય તેલોને લઈને રામદેવે કહ્યુ કે, આશરે આપણે બે લાખ કરોડ રૂપિયાનું ખાદ્ય તેલ ઇમ્પોર્ટ કરીએ છીએ. જ્યારે આપણા દેશમાં તેલ બનવા લાગે તો પાંચ વર્ષની અંદર ઓછામાં ઓછા 12થી 15 લાખ કરોડ કિસાનોને મળશે. તેવામાં સરકારની પાસે અલગ-અલગ પ્રકારના તેલીબિયાંને લઈને સંપૂર્ણ પ્લાનિંગ છે. તેને લાગુ કરવા માટે સરકારની સાથે કિસાનોએ પણ કામ કરવું પડશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube