Budget 2021: રાહુલ ગાંધીએ બજેટને ગણાવ્યુ નિરાશાજનક, મોદી સરકાર પર કર્યો પ્રહાર

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને સોમવારે રજૂ કરેલા બજેટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ બજેટને નિરાશાજનક ગણાવ્યું છે. 

Budget 2021: રાહુલ ગાંધીએ બજેટને ગણાવ્યુ નિરાશાજનક, મોદી સરકાર પર કર્યો પ્રહાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના બજેટ 2021 (Budget 2021) ને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ નિરાશાજનક ગણાવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ બજેટ દ્વારા મોદી સરકાર દેશની સંપત્તિઓને પોતાના મિત્રોને વેચવા જઈ રહી છે. 

રાહુલ ગાંધીનો મોદી સરકાર પર કટાક્ષ
રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ટ્વીટ કરી કહ્યુ, 'લોકોના હાથમાં કેશ રાખવાનું તો ભૂલી જાવ. મોદી સરકાર દેશની સંપત્તિઓને પોતાના મૂડીવાદી મિત્રોને હેંડઓવર કરવા જઈ રહી છે.'

— Rahul Gandhi (@RahulGandhi) February 1, 2021

થરૂરે બજેટ પર કર્યો કટાક્ષ
આ પહેલા કોંગ્રેસ નેતા શશિ થરૂર (Shashi Tharoor) એ Union Budget 2021 માં જાહેર કરવામાં આવેલી સ્ક્રેપ પોલિસી પર ટકાક્ષ કર્યો, તેમણે ટ્વીટ કરી રહ્યું, આ ભાજપ સરકાર મને તે ગેરેજના મિકેનિકની યાદ અપાવી રહી છે જેણે પોતાના ગ્રાહકોને કહ્યું હતું, હું તારી બ્રેક સરખી ન કરી શકું, તેથી મેં તારૂ હોર્ન વધારી દીધુ છે. 

— Shashi Tharoor (@ShashiTharoor) February 1, 2021

FICCI એ બજેટને શાનદાર ગણાવ્યું
મહત્વનું છે કે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમન ( Nirmala Sitharaman) એ બજેટ 2021 (Budget 2021) રજૂ કરતા કિસાનોથી લઈ ઉદ્યોગ જગત માટે ઘણી મોટી જાહેરાત કરી છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) એ બજેટને શાનદાર ગણાવ્યું છે. ફિક્કી તરફથી કહેવામાં આવ્યું કે, આ પાયાના માળખાને મજબૂત કરનાર બજેટ છે. કૃષિમાં ઓપરેશન ગ્રીન (Operation Green) માટે ઘણી જોગવાઈ છે. આ બજેટ હોસ્પીટેલિટીથી લઈને હેલ્થકેર સેક્ટરમાં ફેરફાર લાવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news